________________
૪૩ શ્રવણરુચિ....
એક જણાએ કહેલું કે જગતમાં બે જાતના માણસો છે. કેટલાક માણસો એવા છે કે ચોરી કરે છે અને જેલ માં જાય છે. અને બીજા કેટલાક માણસો એવા છે કે જેલમાં જાય છે અને ચોરી કરે છે. આવું આ રાજકીય સંસ્થામાં ચાલે છે. જેલમાં ગયેલા નેતાઓ કહે છે કે અમે પહેલાં જેલમાં ગયા હતા. રાજ કરવાનો હક અમારો છે. રાજ્ય પર આવે એટલે કે કરો ચોરી. આવા બધાનું ભાષણ સાંભળવાનું લોકોને મન થાય છે. જે વિનાશના પંથે લઈ જવાનું છે. જ્યારે માણસને આજે ધર્મની કલ્યાણકારી દેશના સાંભળવાનું મન થતું નથી. સંભળાવનાર તમારી સામે આવે છે. તમો અમલમાં મૂકો કે નહી તો પણ સંભળાવે છે. ભગવાનની કેટલી અપાર કરૂણા છે. જેણે ચતુર્વિધ સંધ સ્થાપ્યો આ સંઘમાં દાખલ થવા માટે કોઈ ફી નથી કોઈ ચાર્જ નથી. ભૂખ વેઠીને, તરસ વેઠીને, પગે ચાલીને આ સાધુ-સાધ્વીનો સંઘ ગામોગામ ઘૂમે છે. અને પરમાત્માનો સંદેશો પહોંચાડે છે. પરંતુ સદેશો ઝીલનાર અત્યારે બહુ ઓછા છે. દેવોને અથવા તો ઈન્દ્રોને આવી વીરવાણી સાંભળવી હોય તો તેમણે લાખો યોજનાનું અંતર કાપવું પડે ત્યારે સાંભળવા મળે. જ્યારે આપણને સામે ચાલીને મળ્યું છે. સાંભળવાની રૂચિ ઉત્પન્ન થવી એ પણ અતિ દુર્લભ છે. આજે આ ભારતમાંથી જૈનધર્મના લોકોને અમેરિકા બોલાવે છે. એમને નથી મળ્યું એટલે જાણવાની તાલાવેલી છે. અમેરીકામાં એક હજાર ડોલર આપે ત્યારે સંવત્સરી પ્રતિક્રમણ થાય. અમેરીકાથી લોકો પ્રતિક્રમણવિધિ સમજાવા માટે છેક અહીં આવે. વિચાર કરો- જેને નથી મળ્યું તેને કેટલું મહત્ત્વ છે ? સૂચક-સ્વપ્ર...
અઢી હજાર વર્ષની વાત છે. એક જણ ને સ્વમ આવ્યું. સ્વપ્રમાં જુએ છે કે લોકો પાણી માટે તરસથી તરફડે છે. પાછળ કૂવો દોડે છે. કૂવો બૂમો પાડે છે કે પાણી પીઓ, પાણી પીઓ, પણ લોકો પાછળ જોવાને બદલે આગળ જ બૂમો પાડતા દોડતા જાય છે. સ્વપ્ર પૂરું થયું. તે કોઈ મહાત્મા પાસે જઈને સ્વપ્રનું રહસ્ય પૂછે છે. મહાત્મા કહે છે કે ભાઈ ભવિષ્યનો આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org