________________
૪૧
કેટલા માણસો ? આજે આપણે વિચારને જ તાળું મારી દીધું છે. ગાંડાની વચ્ચે ડાહ્યો...
એક ગાંડાની હોસ્પિટલ હતી. તેમાં જેનું મગજ ચસ્કી ગયેલું હોય એવાને દાખલ કરતા. અને અમુક ટાઈમ સુધી તેને તેમાં રાખતા. મુદત પૂરી થયા પહેલા કોઈ ગાંડો માણસ ડાહી-ડાહી વાતો કરે તો પણ તેને છોડી ન મૂકે. એક ગાંડો માણસ એક દિવસ ગાંડપણમાં ફિનાઈલની આખી ડોલ પી ગયો. અને તેનાથી પેટમાં રહેલા ઝેરી જંતુઓ ઝાડા વાટે નીકળી ગયા. અને તે ડાહ્યો થઈ ગયો. તેણે ચોકીદારોને કહ્યું કે ભાઈ હવે મને રજા આપો હું ડાહ્યો થઈ ગયો છું. ચોકીદારે કહ્યું કે એવી તો કંઈક ડાહી-ડાહી વાતો કરે છે. પણ છેવટે ગાંડા જ રહે છે. તારી મુદત પૂરી નહીં થાય ત્યાં સુધી તને છોડી મૂકવામાં નહીં આવે હવે વિચાર કરો ડહાપણ આવ્યા પછી છ મહિના સુધી આવા ગાંડાઓની વચ્ચે રહેવાય કેવી રીતે ? તેમ જ્યારે માણસને સંસારની અસારતા સમજાય પછી તેને પણ આ ગાંડા માણસોની વચ્ચે રહેવાનું કેવી રીતે ગમે ? ક્યારે પણ વિચાર કર્યો છે કે હું કેટલો નસીબદાર છું ! માણસ જ્યારે જન્મે ત્યારે તેની સાથે કેટલા જંતુઓ રહેલા હોય છે. એ અસંખ્યાતામાં આપણો નંબર લાગ્યો, ઉપરાંત આપણો જન્મ થયો. હેમખેમ માબાપની કૃપાથી મોટા થયા. જૈન શાસન મળ્યું. ઉત્તમ સંસ્કાર મળ્યા. ઉત્તમ કુળ મળ્યું. અહાહા કેવા નસીબદાર છીએ. અમૂલ્ય વાણી....
ઉપદેશ સાંભળવાની એક કોડીએ બેસતી નથી. મફત સાંભળવા મળે છે. માટે આજે એની કિંમત ઘટી ગઈ છે. ચૉરાના ઓટલા પર વાતોનાં ગપ્પાં મારશે પણ ધર્મ સાંભળવા નહીં આવે. હમણાં સિનેમાં કે કોઈ લેફ્ટર હોત તો દોડીને જાત. ત્યાં પૈસા ખર્ચીને પણ તેનો લ્હાવો લે. જ્યારે આજે ગુરૂવાણી મફત મળે છે. માટે તેની કિંમત કોડીનીયે નથી. તમને સાધુ મફત મળ્યા. સાધ્વી મફત મળ્યા. ઉપાશ્રય મફત મળ્યો. ધર્મ મફત મળ્યો. બધું મફત મફત. માટે કોઈનેય સાંભળવાની ઈચ્છા નથી થતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org