________________
૩૭
કરવા આવે. તેમની પાસે એક માણસ કે જે અંહકારમાં જ ડૂબેલો હતો તે શોખથી તત્ત્વજ્ઞાન સાંભળવા આવ્યો. તેણે ચીનીને કહ્યું કે મારે તમારું તત્ત્વજ્ઞાન સાંભળવું છે મને સંભળાવો. એટલે ચીનીભાઈએ કહ્યું કે ભાઈ પહેલાં ચા-પાણી પીઓ પછી આપણે બેસીએ. એટલે ચાની કીટલી આવી. ચીની ભાઈએ કીટલીમાંથી ચાને કપ-રકાબીમાં કાઢવા માંડી. કપ ભરાઈ ગયો રકાબી ભરાઈ ગઈ છતાં રેડે જ રાખે છે. એટલે પેલા ભાઈએ કહ્યું કે શું કરો છો આ તો ભરાઈ ગઈ છે. ચા બહાર જાય છે. એટલે ચીનીભાઈએ કહ્યું કે હું તમને તત્ત્વજ્ઞાન શીખવું છું. કારણ તમારા મગજમાં અહંકાર ઠાંસી ઠાંસીને ભરેલો છે જો હું તમને કાંઈપણ કહીશ તો તે ચાની જેમ નકામું જવાનું છે માટે પહેલા અંહકાર દૂર કરો અને પછી તત્ત્વજ્ઞાન મેળવો. કેવું જમો છો ?
વસ્તુપાળ-તેજપાળ જે વીરઘવલ રાજાના મંત્રી હતાં તે મંત્રી હોવાના કારણે આખો દિવસ મંત્રણાઓમાં વીતે છે. જરાયે ફૂરસદ મળતી નથી. તેમના ગુરૂ મહારાજ વિચાર કરે છે કે વસ્તુપાળ અને તેજપાળ ડૂબી જશે. કારણ ધર્મક્રિયા કરવાની ફૂરસદ મળતી નથી. સત્સંગ પણ છૂટી ગયો છે. માટે તેઓના પરની દયાથી ગુરૂ મહારાજ વિહાર કરીને ધોળકા આવ્યા. આમ તો ગુરૂ મહારાજ આવ્યા હોય ત્યારે ગુરૂ મહારાજ પાસે જાય. ભક્તિ કરે, બસ ઉપાશ્રયમાં મોટા ભાગનો ટાઈમ ગાળે. પછી ગુરૂમહારાજ તેમના ઘરે જાય છે. ઘરે વસ્તુપાળ હતાં નહીં. રસોઈયો હતો. તેણે ગુરૂ મહારાજનું સન્માન કર્યું. ગુરૂ મહારાજે કહ્યું કે હે રસોઈએ ! આજે તું રસોઈ કરીશ નહીં. જે કાંઈ ઘરમાં સુË ટૂંકુ હોય તે મંત્રીને જમવા આપજે. રસોઈએ રસોઈ બનાવી નહીં. વસ્તુપાળ આવ્યા. જમવા બેઠા રસોઈએ તો ખાખરા વગેરે પીરસવા માંડયું. એટલે વસ્તુપાળ ગુસ્સામાં આવી ગયા. રસોઈઆએ બધી વાત કરી. વસ્તુપાળ એકદમ ચમક્યા. તરત જ તે જ ઘડીએ દોડયા ઉપાશ્રય તરફ. ગુરૂ મહારાજના પગમાં પડે છે અને કહે છે કે ગુરૂ મહારાજ આપ ક્યારે પધાર્યા, મને ખબર પણ ન પડી. ગુરૂ મહારાજ કહે ભાઈ તું તો હવે મોટો થઈ ગયો. બરાબર ? હું તારા રસોઈઆને વાસી રસોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org