________________
૩૮
પીરસવાનું કહી ગયો હતો. તેની પાછળ કારણ હતું, સાંભળ. તારે તાજી રસોઈ જમવી છે કે પછી વાસી જ ખાવું છે ? કારણ આ બધું તું ભોગવે છે તે તારા બાપદાદાનું પુણ્ય છે. એ પુણ્ય ખૂટી ગયા પછી શું ? હું તને સંદેશો આપવા આવ્યો છું. તેમણે નિયમ કર્યો કે ગુરૂ મહારાજના દર્શન તેમજ વાણી સાંભળ્યા પછી જ રાજસભામાં જવું. વસ્તુપાળે શું નથી જાણ્યુ ? છતાં પણ રોજે રોજ ગુરૂવાણી શ્રવણ કરે છે. આપણે શું દરરોજ દવા એની એ નથી ખાતા ? જ્યાં સુધી ગુણ ન કરે ત્યાં સુધી ખાઈએ છીએ. તે પ્રમાણે
આ ધર્મવાણી પણ જ્યાં સુધી આપણને ધર્મી ન બનાવે ત્યાં સુધી ભલે ને એકની એક જ વાત હોય છતાં હંમેશા આપણે ગુરૂવાણીનું શ્રવણ કરવું જોઈએ
લાભ અને લોભ એ બંન્નેમાં એક જ માત્રા વધારે છે. માટે લોભ હંમેશાં આગળ રહે, ને જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય.
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org