________________
અષાડ વદ ૧૧
શ્રેષ્ઠ દવા | ઉપાસના શેની? - સંસારનું સ્વરૂપ જ એવું છે કે જીવો એક પછી એક યાતનામાં પીડાતા રહે છે. અનંતકાળથી ચાલી આવતી દુ:ખની હારમાળામાં માણસ અટવાયા કરે છે. જ્યાં સુધી તેને સંસારની અસારતાનું ભાન થતું નથી ત્યાં સુધી જીવ એક એક જન્મોમાં વધારે ને વધારે યાતના ભોગવતો જાય છે. પ્રમાદ એટલે કે બેસી રહેવું એ પ્રમાદ નથી. પરંતુ વિષયોની જ આખો દિવસ વિચારણા કરવી એ પણ એક જાતનો પ્રમાદ જ છે. જ્ઞાનીઓએ જીવનમાં પંચ પરમેષ્ઠિની ઉપાસના માટે કહેલું છે જ્યારે આપણે શેની ઉપાસના કરીએ છીએ જાણો છો ? પાંચ ઈન્દ્રિયના સુખની. સમાજનો અડધો વર્ગ (સ્ત્રીઓ) ખાવાના જ ઘંઘામાં રોકાયેલો છે ને ! સવારે શું ખાવું અને શું બનાવવું, બપોરે, સાંજે મહિનામાં શું ખાવું છે, અરે ! વર્ષમાં શું ખાવું છે એની પણ તૈયારી કરતા હોય છે. વૃંદા, મોસંબા, પાપડ વગેરે....આ જીવે આહારની ચીજો અનંતી ખાધી છતાં આ જીવ તૃપ્તિ પામ્યો નથી. ગતિ ચારે કીધાં આહાર અનંત નિઃશંક, તોય વૃપ્તિ ન પામ્યો જીવ લાલચીયો રંક... આપણે અનંતા જન્મોના આહારનો ઢગલો કરીએ તો મેરૂ પર્વત જેવડો થાય છતાં આ જીવને ક્યાં તૃપ્તિ છે ? તપ એજ દવા
તપ જેવી રોગની કોઈ દવા નથી' જગતમાં દરેક જગ્યાએ કોઈપણ કામ કરતા કારીગરને રજા મળે જ. માણસને આરામ તો મળવો જોઈએ ને ! હવે તો સરકારે અઠવાડિયામાં બે દિવસની રજા મૂકી છે. તો પછી આપણું શરીર પણ એક મશીનરૂપી કારીગર છે એને કેમ કોઈ દિવસ રજા નહીં. અઠવાડિયામાં બે નહીં તો એક ઉપવાસ તો કરવો જ જોઈએ. પછી જુઓ તમારા શરીરમાં કોઈ રોગ આવે છે ? ભગવાન મહાવીરે બતાવેલો તપ જીવનમાં કેટલો બધો ઉપયોગી છે કર્મના ક્ષયને માટે તો છે જ ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org