________________
૨૮ ખરા. પરંતુ કાનથી, પ્રાણથી સાંભળતા નથી. પ્રાણ રેડીને જ્યારે દેશના સાંભળીએ ત્યારે એની કિંમત સમજાય. અંધારાને દૂર કરવા માટે ઘણો પ્રકાશ નથી જોઈતો પરંતુ એક નાનું શું કિરણ બસ છે.
હંમેશા વ્યાખ્યાન સાંભળનાર એક શેઠ રોજ વ્યાખ્યાન સાંભળે છે અને પહેલાં આવીને બેસે – એક દિવસ તેમને મોડું થયું એટલે ગુરૂ મહારાજે કહ્યું કેમ શેઠ મોડા પડયા ? એટલે એ શેઠ કહે કે સાહેબ આજે હું મારા નાના બાળકને સમજાવવા રહ્યો હતો. એ કહે મારે સાથે આવવું છે. ગુરૂ મહારાજે કહ્યું કે લાવવો હતો ને ! ત્યારે પેલા શેઠ બોલ્યા કે સાહેબ એનું કામ નથી, અમારી છાતી મજબૂત સાહેબ ! છોકરાની છાતી કાચી હોય... અમે સાંભળીએ તો અમને દેશના લાગે નહીં. જ્યારે નાનું બાળક સાંભળે તો રંગ લાગી જાય. જોયું ને ! કેવા છે આજના શ્રાવકો ! વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો !
થાવચ્ચપુત્રે પ્રાણ રેડીને ભગવાનની દેશના સાંભળી હતી. એક જ દેશનામાં તેમને સંસાર ભયાનક ભાસ્યો. માની પાસે આવીને કહે છે કે – મા મારે સંયમ લેવો છે. મા આ સાંભળીને મૂચ્છ ખાઈ જાય છે. કારણ આ બધી મિલ્કત પુત્ર માટે ભેગી કરી હતી. કરોડોની મિલ્કત હતી. એક જ પુત્ર હતો. થોડીવારે મૂચ્છ ટળે છે. મા તેને સંયમ કેવો દુષ્કર છે તે સમજાવે છે. મા કહે છે કે બેટા બાવીશ પરિષહ જીતવા દુષ્કર છે. ત્યારે પુત્ર કહે છે કે મા સંસારમાં તો બાવીસો પરિષહ છે એને જીતવા એથી પણ દુષ્કર છે. આત્મામાં જ પરમાત્મા વસે છે. મા-દિકરા વચ્ચે ખૂબ સંવાદ ચાલે છે. છેવટે પુત્ર જીતે છે. મા થાકે છે અને મા કૃષ્ણ મહારાજા પાસે પહોંચે છે. કૃષ્ણ પૂછે છે, કેમ આવવું થયું ? થાવસ્યા કહે છે – આ પ્રમાણેની હકીકત છે. મારો પુત્ર સંયમ લેવા માટે તત્પર બન્યો છે. તમે એને કાંઈ સમજાવો. થાવસ્ત્રાપુત્રને કૃષ્ણ મહારાજા સમજાવે છે. કહે છે કે ભાઈ તારે શું દુઃખ છે? તારી પાસે બધું છે. છતાં પણ જો તને કાંઈ ડર હોય તો તારી ઉપર હું નાથ બેઠો છું ત્યારે થાવગ્ગાપુત્ર કહે છે કે જુઓ મહારાજા હું તમારી વાત સ્વીકારવા તૈયાર છે જો તમે મારી આટલી જવાબદારી લેતા હો તો. મારૂં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org