Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 42
________________ ૨૯ મૃત્યુથી રક્ષણ કરો, જરાથી રક્ષણ કરો, જન્મથી રક્ષણ કરો. બોલો, છે તૈયારી ? ત્યારે કૃષ્ણ મહારાજ કહે છે – ભાઈ હું પોતે પણ મૃત્યુથી મારૂં રક્ષણ કરી શકતો નથી. તો પછી તને કેવી રીતે બચાવું? થાવગ્ગાપુત્ર કહે છે કે - મહારાજ ! મારા નાથ તો એવા છે કે જે મને આધિ-વ્યાધિ-ઉપાધિ બધામાંથી બચાવે છે. - મે એવા નાથનું જ શરણ ગ્રહણ કર્યું છે. બસ તો મને મારા માર્ગ પર જવા દો. કૃષ્ણ મહારાજાને થાય છે આ સમજીને જ દિક્ષા લે છે. તેને હવે રોકી શકાય તેમ નથી. માટે તેને રાજા આપે છે. અને તેને કહે છે કે દીક્ષાનો વરઘોડો મારા તરફથી, એટલું જ નહીં નગરમાં પણ ઢંઢોરો પીટાવે છે કે થાવસ્ત્રાપુત્ર દીક્ષા લેવા માટે જઈ રહ્યો છે. જેને એ માર્ગે જવું હોય તે ખુશીથી જાઓ. તેમની પાછળના પરિવારનું હું ભરણ પોષણ કરીશ. રાજ્યમાંથી એક હજાર માણસો તૈયાર થાય છે. બધાની સાથે દીક્ષા લે છે અને આખરે એક હજાર શિષ્યો સાથે થાવસ્ત્રાપુત્ર શત્રુંજય પર મોક્ષે જાય છે. પહેલાંના જીવો કેવા લઘુકર્મી હતા. એક દેશનામાં જ સંસાર છોડવા તૈયાર થઈ જતા. દ્રવ્યરૂપી ઝવેરાત દુઃખોને છોડાવતું નથી કે સુખો ને આપી શકતું નથી. ઉલટાની આપત્તિઓને ખેંચી લાવે છે અને દુઃખોમાં ડુબાડે છે. જ્યારે ધર્મરૂપી ઝવેરાત આ બધામાંથી છોડાવે છે અને અનંતું સુખ આપે છે. ગુરૂ તત્ત્વનું મહત્ત્વ.. દેવતત્ત્વ અને ધર્મતત્ત્વને સમજાવનારા ગુરૂ છે. સેવે રે ગુરુસ્ત્રીતી પુરી કૃષ્ટ ને શ્વેને દેવ રોષાયમાન થશે તો ગુરૂ બચાવી લેશે. પરંતુ જો ગુરૂ રોપાયમાન થશે તો કોઈ બચાવી નહી શકે, ગુરૂતત્ત્વ દ્વારા સર્વ ગુણો મળી શકે છે. આ આખું શાસન ગુરૂતત્ત્વ પર જ ચાલી રહ્યુ છે. તીર્થકર ભગવંત કેટલો સમય શાસન કરી શકે ? જગતમાં ત્રણ તત્ત્વો મહાન છે. દેવત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ આ ત્રણ તત્વો સાથે જીવન જોડાય તો જીવન ધન્ય બની જાય... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108