________________
૨૨
છે. રાજાનું મન બગડયું તેણે વિચાર્યું કે આટલી બધી કમાણી છે અને હું તો આ લોકો પાસેથી ખૂબ કમાણી મળશે અને મારો ભંડારો અખૂટ બનશે. થોડીવાર બેઠા પછી રાજાએ ફરીથી રસનો ગ્લાસ માંગ્યો. ખેડૂત શેરડી પીલીને રસ લેવા ગયો. ખૂબ વાર થઈ. આખો સાંઠો પીલી નાંખ્યો ત્યારે માંડ એક ગ્લાસ રસ નીકળ્યો. રાજાને આપ્યો. રાજાએ પૂછ્યું કે ભાઈ કેમ બહુ વાર લાગી. ખેડૂત બોલ્યો કે ખબર નહીં.કોણ જાણે પહેલા તો એક નાનકડા ટૂકડામાંથી આખો ગ્લાસ ભારાઈ ગયો. પણ અત્યારે તો આખો સાંઠો પીલ્યો ત્યારે માંડ ગ્લાસ ભરાયો. ધરતીના ધણીના વિચારમાં કંઈ ફેરફાર થયો હશે માટે આમ બન્યું લાગે છે. ખેડૂતને ખબર નથી કે આ રાજા છે. રાજાને આંચકો લાગ્યો વિચાર માત્રથી- ધરતીમાંથી રસ ચાલી ગયો. તેને ખૂબ પસ્તાવો થયો. પછી પોતાના વિચાર ફેરવી નાખ્યા. અને પછી રસનો ગ્લાસ માંગ્યો થોડીવારમાં ગ્લાસ ભરાઈ ગયો. વિચારમાં કેટલી શક્તિ છે ?
આમ જો બીજાનું સુખ જોઈને રાજી બનશો તો તમારે ત્યાં સંપત્તિ અખૂટ બનશે. પણ જો બીજાનું પડાવી લેવાની વૃત્તિ જીવનમાં દાખલ થઈ તો જે આવ્યું હશે તે પણ ચાલ્યું જશે.
આપણને ધર્મનું ફળ કેમ નથી મળતું, જાણો છો ? કારણ આપણે ગુણો સુધી પહોંચતા જ નથી. કેવળ બાહ્ય ધર્મમાં જ મગ્ન બનેલા રહીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org