Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 36
________________ અષાડ વદ ૫ પ્રવાસી, અંતિમ સંદેશ-સિંકદરનો... સંસારમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં માણસ અજર અમર બની શકે. ભલે પછી તે ચક્રવર્તિના સ્થાને હોય કે કોઈ રાજા-મહારાજાના સ્થાને હોય. આ જગતમાં સિકંદર નામનો સમ્રાટ્ થઈ ગયો. એ વખતમાં આ ભારતનું સ્થાન કેવું હતું? દુનિયાના લોકો એમ કહેતા હતા કે માણસે જીવન કેવું જીવવું જોઈએ, એ જાણવું હોય તો તેણે ભારતમાં જવું. જ્યારે અત્યારે તો કેટલાક હિંદુઓ પણ દારૂ, જુગાર, માંસના વ્યસની બની ગયા છે. પહેલાં બીજા લોકો આપણું અનુકરણ કરતા હતા. જ્યારે અત્યારે આપણે પશ્ચિમ વગેરે દેશોના હલકા તત્ત્વોનું અનુકરણ કરી રહ્યા છીએ. આ સિકંદર ગ્રીષ્મ ઋતુમાં સેના લઈને હિંદુસ્તાન પર ચડાઈ કરવા આવ્યો છે. ત્યાં સિંધના કિનારે સમાધાન થાય છે અને પાછા ફરવાની તૈયારી કરે છે. ત્યાં સિકંદર પોતાના માણસોને કહે છે કે આપણે હવે પાછા જવું છે માટે કોઈ સંત પુરૂષને લઈ આવો. કારણ કે જ્યારે હું સેના લઈ નીકળ્યો હતો ત્યારે મારા ગુરૂએ મને કહ્યું હતું કે જીતીને પાછા ફરતી વખતે હિંદુસ્તાનના કોઈ સંતને સાથે લેતો આવજે. દૂતો તપાસ કરવા જાય છે. ત્યાં કોઈ મુનિ જોવામાં આવે છે. દૂતો મુનિ પાસે જાય છે અને કહે છે કે તમને સિકંદર બોલાવે છે. મુનિ કહે છે કે સિકંદર વળી કઈ જાતનું પ્રાણી છે ? હું તેને ઓળખતો નથી. મારે સિકંદરની પાસે આવવું નથી. જાઓ સિકંદરને કહો તારે મળવું હોયતો તું આવ. સિકંદર આવે છે. સિકંદર કહે છે કે ચાલો. મુનિ આવવાની ના પાડે છે. સિકંદર તલવાર ખેંચે છે. ચાલો છો કે નહીં. મુનિ આત્મબળથી કહે છે કે ચલાવ- ચાલ તારી તલવાર, આત્મા એવી ચીજ છે કે જેને કોઈ અસ્ત્ર કાપી શકતું નથી, કોઈ અગ્નિ બાળી શકતો, નથી, જે પાણીથી ભીંજાતો નથી તેમજ પવનથી સુકાતો નથી. આ સાંભળતાં જ તેના હાથમાં રહેલી તલવાર પડી જાય છે. મુનિની માફી માંગે છે અને મુનિને સમજાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108