________________
અષાડ વદ - ૪.
ધર્મ-ભાવશુદ્ધિ સિદ્ધિ યોગ્યતાવિકાસે...
આપણને ધર્મનું ફળ કેમ નથી મળતું, જાણો છો? કારણ આપણે ગુણો સુધી પહોંચતા જ નથી. કેવળ બાહ્ય ધર્મમાં જ મગ્ન બનેલા રહીએ છીએ. પહેલા આત્માને પાત્ર બનાવો. અને યોગ્ય બનો અને પછી મનોકામનાઓ સેવો. યોગ્ય બનવું નથી અને ઈચ્છાઓ સિધ્ધ કરવી છે. ક્યાંથી સિદ્ધ થશે? યોગ્યતા હશે તો મળેલું ટકશે, નહી તો ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાંય ફેંકાઈ જશે. જેનામાં લાયકાત હોય છે તેને બધું સામેથી મળે છે. એક કહેવત છે કે તું કોઈ વસ્તુની શોધ કરીશ નહીં. વસ્તુઓ તને શોધતી આવશે, પણ યોગ્યતા હોય તો જ. શુદ્ધિ પાડે પ્રતિબિંબ...
એક રાજા હતો તે જુદા જુદા પ્રદેશોમાં ફરતો હતો. એણે ફરતાં ફરતાં જોયું કે મારા રાજ્યમાં એક ચીજ ખૂટે છે. મારા રાજ્યમાં ચિત્રશાળા નથી. માટે કોઈ સારામાં સારી ચિત્રશાળા બનાવવી જોઈએ. એણે સારા ચિત્રકારો બોલાવ્યા અને સારામાં સારી ચિત્રશાળા બનાવવા કહ્યું. ચિતારાઓને સારૂં બિલ્ડીંગ આપ્યું. અને બધાને અલગ-અલગ વ્યવસ્થા કરી આપી. એ માટે મુદત પણ આપી. કેટલોક સમય વીત્યા પછી રાજાએ કહ્યું કે હું થોડા દિવસમાં ચિત્રશાળા જોવા માટે આવવાનો છું. તમે તમારાં ચિત્ર તૈયાર રાખજો. રાજા જોવા માટે આવે છે અને ચિત્રની કલાત્મકતા જોઈને રાજા આશ્ચર્યચકિત બની જાય છે. આ રીતે જોતો જોતો એક ચિત્રકારની પાસે આવે છે. ત્યાં ખાલી ભીંત જુએ છે. રાજા પૂછે છે કે ભાઈ તે આટલા દિવસ શું કર્યું? ખાલી મફતનો જ પગાર લીધો ? ત્યારે ચિત્રકાર કહે છે કે રાજાજી મેં તો ખાલી આટલા દિવસ ભીંતની પોલિશ કરી. કારણ પોલિશ કરેલી ભીંત પર દોરેલું ચિત્ર લાંબા સમય સુધી રહેશે પોપડા વળીને ઉખડી નહીં જાય. ભીંતને અરીસા જેવી બનાવી દીધેલી. ત્યાં બધાની વચ્ચે જે પડદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org