________________
૧૯ નાખીને વિભાગ બનાવેલા હતા તે પડદાને દૂર કરતાં તાન હલા ચિત્રનું પ્રતિબિંબ તે ભીંત પર પડવા લાગ્યું અને ત્યાં જાણે આબેહૂબ ચિત્ર દોરેલું હોય તેવું લાગે. મહાપુરૂષો પણ આપણને આ વાત શીખવાડે છે કે તમે પહેલા તમારા આત્મારૂપી ભીંતપર લાગેલા થરને બરાબર ઘસીને અરીસા જેવી બનાવો. પછી સગુણો રૂપી ચિત્રનું આલેખન કરો. પછી જૂઓ એ ચિત્રનું મહત્ત્વ અનંતકાળ સુધી સદ્ગણોના સંસ્કારો ભૂંસાશે નહીં. આપણે છોડવા લાયક ચીજને પકડીને બેઠા છીએ. રાગ, દ્વેષ, માન, માયા, ક્રોધ, આ દુર્ગુણો જ્યાં સુધી ઘર કરી બેઠા છે ત્યાં સુધી સદ્ગુણો આવી શકશે નહીં.
બધા ધર્મોમાં દાનધર્મ સૌથી શ્રેષ્ઠ છે. આપતાં શીખો. સમુદ્ર બધાનો સંગ્રહ કરે છે માટે ખારો ઝેર બની ગયો છે અને તેનું સ્થાન નીચે છે, જ્યારે મેધ કાળો છે છતાં હંમેશા બીજાને આપે છે માટે તેનું સ્થાન ઉંચે છે. અને લોકો તેની ઝંખના કરે છે અપાર એવા સંસાર સમુદ્રમાં આ મનુષ્યભવ મળ્યા પછી તેને સાર્થક કરવો જોઈએ. ધર્મ-જીવનની પવિત્રતા....
ધર્મ એટલે શું? આપણે ધર્મની વ્યાખ્યા બહુજ ટુંકી બનાવી દીધી છે. સામાયિક, પૂજા, જાત્રા કરવી, થોડા ઘણા પૈસા ખરચવા. બસ આટલામાં આપણો ધર્મ આવી જાય છે. શાસ્ત્રકારો ધર્મની જુદી જ વ્યાખ્યા કરે છે. ધર્મ એટલે પ્રથમ વાણી, વર્તન ને વિચારમાં શુદ્ધિ આવવી જોઈએ. અન્યાય, અનીતિ છળ, પ્રપંચથી પૈસા ભેગીનોપછી ખરચો એટલે લાગે કે કોઈ મોટો દાનવીર-ધર્માત્મા છે. શ્રાવકના પ્રથમ ગુણમાં ન્યાય-સંપન્નવૈભવ કહેલો છે. જીવનની પવિત્રતા એ ધર્મનો પાયો... આવો ધર્મ આરાધનારૂપી ધર્મ કહેવાય છે. આપણે તો અત્યારે ક્રિયાકાંડમાં મગ્ન થયેલા છીએ અને એમાં જ ધર્મનું સાચું સ્વરૂપ સમજીને બેઠા છીએ. મન વચન અને કાયાને જે શુદ્ધ કરે તેને કહેવાય ક્રિયા, ધર્મ આપે સઘળ, ચા અર્થમાં જો ધર્મ કરશો તો એ ધર્મ તમને જીવનં જરૂરિયાતની તમા પ - પૂરી પાડશે. ધર્મ સાથે આ લોકમાં ધનની પણ જરૂર ડગલે ને પગલે ડે છે, પરલોક તો દૂર છે... પહેલાં તો આ લોકમાં જરૂરિયાતો ઉભી થશે તો શું કરશો ? તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org