________________
૧૬
અવાજથી ટેવાઈ ગયેલું છે તે હથોડાના અવાજથી પણ ડરશે નહીં. આપણે પણ સંસારના રંગીલા વાતાવરણથી એવા જ ટેવાઈ ગયેલા છીએ. તેથી કોઈ ઉપદેશ આપણને અસર કરતો નથી.
માનવજાતનો ઈતિહાસ....
એક સમ્રાટ બાદશાહ બહુ શોખીન હતો. તે વિદ્યા તથા કળાનો પ્રેમી હતો. તેને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે માનવજાતનો ઈતિહાસ લખાવવો. તેણે પોતાના રાજ્યમાં રહેલા વિદ્વાનોને કહ્યું કે મારે માનવજાતનો ઈતિહાસ લખાવવો છે તમે ઈતિહાસ લખો. તમને સર્વ સામગ્રી પૂરી પાડવામાં આવશે. આ સાંભળી બધા વિદ્વાનો ખુશ થઈ ગયા. તેમાં એક કમિટિ નિમવામાં આવી. અને જુદા જુદા દેશોની માનવજાતનો ઈતિહાસ લખવા માટે જુદા જુદા પંડિતોની સભા નીમાઈ. તેમાં ગામ-ગામનો અને એમાં ય વળી નાતજાત કુટુંબોનો, આવી રીતે કેટલા ઈતિહાસ લખવાના આવે. છેવટે ઈતિહાસ લખાયો. ઈતિહાસના લખેલા પુસ્તકો નગરની બહાર લાવવામાં આવ્યાં. રાજા કહે લાવો. તો વિદ્વાનો કહે છે - રાજાજી ! લખેલા પુસ્તકો એમ નહિં આવે એને લાવવા માટે તો ઉંટોના ઉંટો મંગાવવા પડશે રાજા કહે ઓહ ! એટલા બધાં પુસ્તકો વાચંતાં તો મારી જિંદગી પણ નાની પડશે. મને આટલો બધો ઈતિહાસ વાંચવાની ફુરસદ નથી. માટે એ ઈતિહાસનો સંક્ષેપ કરીને લાવો. મહામહેનતે તેનો સંક્ષેપ કર્યો. રાજા કહે લાવો સંક્ષેપ. તો વિદ્વાનો કહે તેનો ઘણો સંક્ષેપ કર્યો. પરંતુ તેને લાવવા મોટરો મોકલવી પડશે. રાજા કહે મને અટલા બધાં પુસ્તકો વાંચવાની ફુરસદ નથી એનો પણ સં'' કરો કે વિદ્વાનો તો કંટાળી ગયાં. હવે એ અરસામાં રાજા માંદો પડયો. બચવાની કોઈ આશા નથી. વિદ્વાનોને આ સમાચાર મળે છે. વિદ્વાનો વિચાર કરે છે કે આપણી પર કલંક રહી જશે કે આ લોકોએ રાજ્યની તિજોરી ખાલી કરી પરંતુ ઈતિહાસ લખ્યો નહીં. માટે વિદ્વાનો પહોંચ્યા બાદશાહ પાસે. અને કહે - બાદશાહ અમે ઈતિહાસનો સંક્ષેપ કર્યો છે. બાદશાહ કહે મારી છેલ્લી ઘડી છે, જે હોય તે કહી દો. વિદ્વાનો કહે બાદશાહ ! સાંભળો, માણસ જન્મે છે, મોટો થાય છે, ઘર માંડે છે, ઘરડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org