________________
અષાડ વદ ૩
શાસન-મહાસદભાગ્ય ! જીવ છે શિવ..
પ્રભુ સાથે સંબંધ જોડાવાથી આત્મામાં સર્વગુણો પ્રગટવા જ જોઈએ. શાસ્ત્રકારો કહે છે કે દરેક જીવાત્મા પરમાત્મા છે. દરેક જીવો પરમાત્મા હોવા છતાં પણ આ જીવ એકદમ નીચ કોટીનો બની ગયો છે. કારણ આત્માની અંદર રહેલા પરમાત્માની ઉપર અજ્ઞાનરૂપી પડળો બંધાઈ ગયા છે જો એ પડળો દૂર થાય તો પરમાત્માનું અવશ્ય દર્શન થાય. કેટલું તો દુર્લભ આ જીવન !
સોનાની ખાણમાં કેવળ પથરાઓ જ હોય છે. આપણને ખબર ન પડે કે આ સોનું છે કે પથ્થર ! હવે આ પથ્થરની આજુબાજુ લોખંડની શિલાઓ ગોઠવવામાં આવે, એ લોખંડની શીલાઓને મશીન દ્વારા પથ્થર પર એ રીતે પ્રહાર કરવામાં આવે છે કે તેની રેત-રેત કરી નાંખે. પછી એ જોને પાણીમાં નાખવામાં આવે છે. પાણીમાં ભારે સોનાની રજ બેસી જાય અને માટી પાણી સાથે વહી જાય પછી એ કણોને ભેગા કરી ને સોનાની લગડીઓ બનાવવામાં આવે આ રીતે સોનું તૈયાર થાય. આ સોનું પણ પૃથ્વીકાયનો જીવ છે. આપણે પણ એ યોનિમાં હતા. પૃથ્વીકાય વગેરે યોનિમાં ભમતાં ભમતાં આપણો અનંત કાળ વ્યર્થ ગયો. આજે મહાપુણ્યનો ઉદય થયો અને આપણે આ ભૂમિકાએ પહોંચ્યા છીએ. અત્યારે માણસની સંખ્યા કેટલી ? અને બેકટેરિયા વગેરે જીવોની સંખ્યા કેટલી ? અબજોની અને કરોડોની. આપણે પણ આ એ ક્રેરિયા-ની યોનિમાં ફર્યા કે ઈશું. આવી તો અસંખ્ય યોનિમાં આ જીવ ભમી ભમીને આવ્યો છે. તેથી મહામુશ્કેલીથી મળેલો આ જન્મ તેને વેડફી કેમ દેવાય ? આ જન્મ જ એક એવો છે કે જો તેમાં મનુષ્ય પોતાનું હિત સાધે તો અજર અમર બની જાય. બીજા કોઈ જન્મમાં છે. આવી સગવડ? કબૂતર એકદમ નીકર પંખ કહેવાય છે. તે જરા અવાજથી ભડકીને દૂર ભાગી જાય ત્યારે કંસારને ત્યાં રહેલું કબૂતર દરરોજ થતા હથોડાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org