________________
૧૦ ડૂળ્યો હતો. લોભ નામની ચીજ એવી છે કે તે સર્વનું સત્યાનાશ વાળી દે છે. કેવળ પરલોક માટે જ નહીં પણ આપણા આત્માને અને દેશને બચાવવા માટે પણ ધર્મ જોઈશે. ધર્મના સિધ્ધાંતો આખા દેશને સમજવા માટે છે કેવળ ચાર દિવાલો વચ્ચે પૂરાયેલા માણસો માટે નથી. આપણો સર્વ વ્યવહાર કેવળ પૈસાની પાછળ જ રહેલો છે. માનવના પ્રકાર છે......
માણસો છ પ્રકારના છે ૧.અધમાધમ. ૨. અધમ. ૩. વિમધ્યમ. ૪. મધ્યમ. ૫. ઉત્તમ ૬. ઉત્તમોત્તમ. એમાં પહેલા નંબરના માણસો આલોક અને પરલોક બંને બગાડે છે. ભગવાને આપણને સમજાવવા માટે નારકીની વચ્ચે કે દેવલોકની વચ્ચે ન રાખ્યા પરંતુ પશુઓની વચ્ચે રાખ્યા. શા માટે ? કારણ આપણને સમજાય કે પાપ અને પુણ્ય નામની કોઈ ચીજ છે. આપણી આંખ સામે એની યાતના જોઈને આપણું દિલ કાંઈક પીગળે. ધર્મ કરવા પ્રેરાય આ યોનિમાં જ સુધરવાની તક છે. પાપીમાં પાપી દ્રઢપ્રહારી જેવો માણસ પણ તરી ગયો. જો એ બીજી યોનિમાં હોત તો એને ક્યાં તરવાની તક મળત. માટે જ ભગવાને આપણને બધાની વચ્ચે રાખ્યા છે. છતાં આપણે ભોગસુખો પાછળ એવા અંધ બન્યા છીએ કે આપણને કોઈ દિવસ વિચાર જ આવતો નથી કે આ મૃત્યુ પછી થશે શું ?
બીજો નંબર અધમ માણસોનો આવે છે. તે માણસો એવી જાતના હોય છે કે એ આલોકને બગાડતા નથી. તેમની પ્રવૃત્તિ આલોકના સુખ માટે હોય છે. તેમની સામે પરલોકના સુખની કોઈ જ વિચારણા હોતી નથી. તેવા માણસને કહેવામાં આવે કે પરમાત્માની કાંઈક ઉપાસના કર તો પરલોકમાં સુખી થઈશ. તો જવાબ મળશે કે બસ આલોકની વાત આલોકમાં, પરલોકની વાત પરલોકમાં.
ત્રીજા નંબરના માણસો વિમધ્યમ કહેવાય, જે બને લોકનો વિચાર કરે છે. આલોકમાં પણ સારી કીર્તિ મેળવે છે. અને પરલોક માટે પણ ધર્મની આરાધના કરે છે.
ચોથા નંબરના જીવો મધ્યમ કોટિ કહેવાય છે. એ તો કેવળ પરલોકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org