________________
૧૧
સુખની જ ઈચ્છા રાખતા હોય છે.
પાંચમા નંબરના જીવો ઉત્તમ કોટિના હોય છે. એમને આ લોક કે પરલોકનાં સુખોની કોઈ ચિંતા હોતી નથી. એને સંસારી જીવન જ બંધનરૂપ લાગે છે. એમની પ્રવૃત્તિ હંમેશા આ ભોગ સુખોમાંથી જલ્દી મુક્ત થવા માટેની જ હોય છે. ઉત્તમ માણસ હંમેશા પોતાનામાં રહેલા દુર્ગુણોને જ જુએ છે. એને પોતાની પ્રશંસા વીંછીના ડંખ જેવી લાગે છે. મોક્ષ એટલે જીવનમાં રહેલા બધા દુર્ગુણોનો નાશ કરવો. તેઓ દોષનાશ કરવા સતત પ્રયત્નશીલ હોય છે. - છઠ્ઠા નંબરના જીવો ઉત્તમોઉત્તમ હોય છે. જેમાં અરિહંત પરમાત્મા આવે છે. તેમની વિચારણા જગતના સમગ્ર જીવોના કલ્યાણ માટેની જ હોય છે. જેઓ છેક નિર્વાણની છેલ્લી મિનીટ સુધી પણ જગતના જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે છે. આપણે આપણો સંબંધ આવા ઉત્તમ તથા ઉત્તમોત્તમ કોટિના માણસોની સાથે જોડવાનો છે, નહિં કે અધમાધમ સાથે. ભગવાને આપણ ને આવા ઉચ્ચકુળમાં શા માટે મોકલ્યા છે તે જાણો છો ? પરમાત્મા સાથે સંબંધ જોડવા, નહિ કે પૈસા કમાવા ? આપણા હૃદયમાં અરિહંત પરમાત્માનું જ સ્થાન હોવું જોઈએ, નહીં કે બાહ્ય પદાર્થોનું. જીવનના કેન્દ્ર સ્થાને અરિહંત પરમાત્માને રાખો. જીવનમાં સુદ્રગુણો હશે તો જ ધર્મ ટકી શકશે આ છમાંથી આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ ? જરા વિચારજો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org