________________
ઉભુ કર્યું. ત્યાં એકદમ પલટો આવે છે. સંસારનું સ્વરૂપ સમજાઈ જાય છે. અને સાધુ થવાનો વિચાર કરે છે. માણસ બધાનો વિચાર કરે છે પણ કોઈ દિવસ પોતાનો વિચાર કરે છે? વિચાર કરીને કપિલ રાજા પાસે આવે છે અને પોતાના સર્વ વિચાર જણાવે છે. અને સાધુ વેશ પહેરીને ત્યાંથી નીકળે છે. રસ્તામાં તેને પાંચસો ચોરો મળે છે. ચોરો તેમને કોઈ ભજન સંભળાવવાનું કહે છે. તે ગાય છે અને સાથે ચોરો પાસે પણ ગવડાવે છે. તેનો અર્થ આ છે કે આ સંસાર અસ્થિર છે. તેમાં કાંઈ જ સ્થિર નથી. આ આંખ મીંચાયા પછી સામે કૂતરા, બિલાડા, ઉંદર વગેરેની યોનિઓ ઉભી છે. આપણે કયાં સારાં કામો કર્યા છે કે આપણે એ યોનિમાં જઈશું જ નહીં એવો વિશ્વાસ રહે. કપિલ મુનિ ભજન ગવરાવતા – ગવરાવતા જાય છે અને પાંચસો ચોરો 9 તા-ગાતા-વિચારતા વિચારતા પ્રતિબોધ પામે છે અને દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે.
જીવનમાં આ ચાર વસ્તુ ગોખી લો. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. કોઈપણ વસ્તુ ગમે તેવી હોય તો તેને યોગ્ય બનતાં શીખો. આ નહીં ચાલે એ મગજમાંથી કાઢી નાખો.
ed
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org