Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 19
________________ અષાડ સુદ - ૧૫ નથી થાઉં એવા ચક્રવર્તી પણ મારે ક્ષેમકારી ધર્મ... ધર્મ શું ચીજ છે? એ જીવનમાં ખાસ સમજવાની જરૂર છે. જીવોની ત્રણ ભૂમિકા છે. બાલ્યાવસ્થા, મધ્યમાવસ્થા અને પ્રાજ્ઞાવસ્થા, બાલ્યાવસ્થામાં બાળકોને રમકડાં વગેરે પ્રિય છે. મધ્યભાવસ્થાના માણસોને રમકડાંમાં કાંઈ પ્રિય ન હોય. ક્રિયાકાંડો વગેરે ચીજો એ ધર્મના સ્વરૂપ રૂપે ભાસે છે. માણસની જે પ્રમાણેની ભૂમિકા હોય તે પ્રમાણે તેની સાથે વાતો કરવી જોઈએ. ધર્મ એક એવી વિશાળ ચીજ છે જેમાં સર્વ ચીજોનો સમાવેશ થઈ જાય છે. ધર્મની પ્રાપ્તિ એટલે સગુણોની પ્રાપ્તિ. ધર્મનું સ્વરૂપ એ દિવ્યસ્વરૂપ છે. ધર્મનું દિવ્યસ્વરૂપ જ્યારે જીવનમાં આવે ત્યારે જીવન મંગલમય બની જાય છે. જ્યારે ધર્મની અદ્દભુતતાનો ખ્યાલ આવે ત્યારે માણસને ખબર પડે છે કે આ ધર્મ વગર ક્ષણ પણ જીવી શકાય તેમ નથી. જીવનમાં માન, સન્માન, મોભો એ બધું મળી જાય એટલે માણસ માને કે મને સર્વસ્વ મળી ગયું છે. આ બધું તકલાદી છે. કયારે તક કતરાઈ જશેને માણસ ઊભો ને ઊભો વેતરાઈ જશે તેની તેને પોતાને ખબર નહીં પડે... ને એની સામે ધર્મ પોલાદી છે નહીં કે તકલાદી... વૈશાખ મહિનાના ભર તડકામાં જંગલમાં કયાંક થોડો છાંયડો હોય તો મનને કેટલી બધી વિશ્રાંતિ લાગે તેમ ધર્મ મળવાથી માણસને ઘણી બધી વિશ્રાંતિ મળે છે. આચરણની તક અહીં જ.... આ જન્મમાં જ ધર્મનું આચરવાની તક છે. બાકી બીજી કોઈ યોનીમાં શું આચરવાની તક મળવાની છે? કુમારપાળ મહારાજ દરરોજ સવારમાં ઉઠતા ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ! તારા ધર્મ વિનાનું ચક્રવર્તીપણું મળે તો પણ મારે જોઈતું નથી. ચક્રવર્તીની સાહ્યબી કેવી છે તે જાણો છો? ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૯૬ કરોડ પાયદળ અને ૧૬000 દેવો તેની સેવામાં હોય છે. તેના શરીરમાં પણ ખૂબ જ બળ હોય છે. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108