Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 17
________________ મત્રીપદ બીજાને આપ્યું અને રાજ્ય તરફથી જ સામગ્રી મળી તે કપિલ પાસેથી લઈને મંત્રીને આપવામાં આવી. એક દિવસ આ કપિલના ઘર પાસેથી નવો મંત્રી ઠાઠ-માઠથી નીકળે છે, આ જોઈને કપિલની માને જૂની સંપત્તિ યાદ આવી તેથી તે ધ્રુસકે ધ્રુસકે રડે છે. તેથી છોકરો પૂછે છે : માં તું કેમ રડે છે ? એટલે મા કહે છે કે આ વૈભવ એક દિવસ આપણે ત્યાં હતો તું નાનો હતો માટે આ વૈભવ બીજાને સોંપ્યો. તને હવે કાંઈ મંત્રીપદ મળે નહીં. કારણ તું કાંઈ ભણેલો-ગણેલો નથી. માટે હવે તને મંત્રી થવા નહીં મળે. તો એ કહે કે હું ભણીશ. પણ બેટા તને અહીં કોઈ ભણાવશે નહીં. નવો મંત્રી તને ભણવા દેશે જ નહીં. શું કરવું ? તો મા કહે છે કે અહીંથી થોડે દૂર એક શહેરમાં તારા પિતાના મિત્ર રહે છે તેમની પાસે જઈને ભણ તો કામ થાય. છોકરાને એક જ લગની કે માને કેમ સુખી કરવી? જો એનું મન પ્રસન્ન બનતું હોય તો ગમે ત્યાં જઈને ભણવા હું તૈયાર છું. બધી માહિતી મેળવીને પોતે એકલો નીકળી પડે છે. તેના હૃદયમાં એકજ માતૃભક્તિ ભરેલી હતી. આપણે તો ધર્મ એટલે એકલી ક્રિયા જ સમજીએ છીએ. પણ ધર્મમાં સર્વ સદ્દગુણો આવી જાય છે. માતૃભક્તિ-પિતૃભક્તિ બધું આવી જાય. શ્રી હરિભદ્રસૂરિ મ. કહે છે કે ત્રિફારું વાક્ય પૂનનમ્ અર્થાત્ મા-બાપની ત્રિકાલ પૂજા કરવી જોઈએ. કેશરની વાટકી લઈને પૂજા નથી કરવાની, પરંતુ ત્રિકાલ માબાપને વંદન કરવું તેમને પ્રેમથી જમાડવા, આરોગ્યની ખબર રાખવી. વગેરે. પરંતુ આપણે તો ધર્મ દહેરાસર અને ઉપાશ્રય પૂરતો સીમિત કરી દીધો છે. બસ પૂજા કરી, પ્રતિક્રમણ કર્યું. એક-બે નવકારવાળી ગણી. એટલે બધું આવી ગયું. પછી ભલેને ઘેર આવીને મા-બાપને તિરસ્કારતા હોઈએ. દુકાને બેસીને અનેકોને ઠગતા હોઈએ. આને ધર્મ માનવો કેમ? કપિલ પાસે બીજો ધર્મ નથી પણ માતૃભક્તિ છે, માટે માના આશીર્વાદ લઈને નીકળ્યો છે. અને પિતાના મિત્રના ગામમાં આવી પહોંચે છે. પંડિતના ઘેર જાય છે. પોતાની સર્વ હકીકત જણાવે છે. પંડિત કહે છે કે ભાઈ હું નિધન છું, તારી જમવાની સગવડ થાય તો હું ભણાવી શકું. તેથી ક્યાંક ખાવાનો બંદોબસ્ત કરવો પડશે. એ ત્યાંથી કોઈ શ્રીમંતના ઘેર પહોંચે છે અને શેઠને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108