________________
કહે છે : શેઠ એક છોકરો મારી પાસે ભણવા આવ્યો છે તેને તમે જો દરરોજ ખવડાવો તો હું ભણાવી શકું. શેઠે હા પાડી. છોકરો જમવા જાય છે અને મજા કરે છે. દરરોજ જ્યારે એ જમવા જાય છે ત્યારે દરરોજ એક છોકરી તેને જમાડે છે. નિરંતર બન્ને વચ્ચે પરિચય થવાથી કામ-રાગ પેદા થાય છે. બન્ને છેક પતિ-પત્નીના રાગ સુધી પહોંચી જાય છે. એક વખત જ્યારે એ જમવા જાય છે ત્યારે પેલી છોકરી ઉદાસ હોય છે. તેથી છોકરો હઠ પકડીને પૂછે છે કે આજે તું ઉદાસ કેમ છે? ત્યારે છોકરી કહે છે કે અમારે દાસીઓને એક તહેવાર આવે છે. તેમાં બધા સારા કપડાં પહેરશે. સારું ખાશે-પીશે અને મજા કરશે. જ્યારે મારી પાસે તો ફૂટી કોડીએ નથી. હું શું કરું? ત્યારે છોકરો કહે છે કે મારી પાસે પણ એક કોડીએ નથી. જો તું કાંઈ રસ્તો બતાવે તો હું મદદ કરું. એટલે છોકરી કહે છે કે અહીંયા એક શ્રીમંત રાજા છે એને ત્યાં સવારમાં જે કોઈ પહેલો આવે અને આશીર્વાદ આપે તેને બે માસા સોનું આપે છે. આ તો ઘેર પહોંચીને સૂઈ જાય છે પરંતુ ઉંઘ આવતી નથી. મધ્યરાત્રિના સમયે ઉઠે છે અને દોડવા માંડે છે. કારણ? કોઈ બીજો પહોંચી જાય તો? એ બીકથી. હવે મધ્યરાત્રિએ તેને આમ ભાગતો જોઈને ચોકીદાર પડકાર ફેકે છે. પણ આ ઉભો રહેતો નથી. છેવટે ચોકીદાર તેને પકડીને જેલમાં પૂરે છે. સવારે રાજસભામાં તેને ખડો કરવામાં આવે છે. રાજા પોતે ન્યાય કરે છે. તેને સર્વ હકીકત પૂછે છે અને તે પોતાની સર્વ હકીકત પ્રગટ કરે છે. સત્યથી હંમેશાં જય થાય છે, એની સાચી હકીકત સાંભળીને રાજા પ્રસન્ન થઈને માંગવાનું કહે છે. એ વિચાર કરે છે કે શું માગવું? વિચારવા માટે સમય માંગે છે અને વિચાર કરવા માટે કોઈ બગીચામાં જાય છે. હવે એ શું વિચારે છે અને પછી શું સર્જાય છે તે અવસરે જોઈશું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org