________________
અવસર્પિણીથી ઉત્સર્પિણી સુધીના કાળમાં ૧૨ ચક્રવર્તી થાય. ચક્રવર્તીની તાકાત કેટલી ! એક ખાડો હોય તેની એક બાજુ ૧૬૦૦૦ રાજાઓ અને બીજા બાજુ ૧૬૦૦૦ રાજાઓ હોય વચમાં ચક્રવર્તી ઉભો હોય એના બન્ને હાથમાં સાંકળ હોય હવે રાજા કહે કે મને ખેંચો. ૩૨૦૦૦ રાજાઓ ખેંચે તોપણ તેને એક મિલિમીટર પણ ખસેડી ન શકે. ચકવર્તીની સ્ત્રીમાં પણ એટલી જ તાકાત હોય છે. તે જ્યારે કપાળમાં ચાંલ્લો કરે ત્યારે તેના પર હાથની ચપટીમાં હીરાને મસળીને તેનો ભૂક્કો ચોંટાડે. આવું ચક્રવર્તિ પણું પણ કુમારપાળ મહારાજા આ ધર્મના બદલામાં ત્યજી દે છે. તેવી તેમને તૈયારી છે. મોટાં મોટાં રાજ્યો અને રાજાઓ થઈ ગયા તેની કોઈ હયાત અત્યારે નથી. તો શું આપણી કે સંપત્તિની હયાતી કાયમ રહેવાની છે ? ધર્મનો ઉપદેશ સાંભળીએ ખરા, પણ તેનું મહત્ત્વ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ઉપદેશ નકામો છે. જ્યારે ભગવાનનો ઉપદેશ સમજાય ત્યારે આ સંપત્તિ તુચ્છ લાગશે. આપણા જીવન પર અત્યારે પુણ્યરૂપી વાદળાની છાયા છે ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે એ વાદળ ખસી જશે ત્યારે તડકાના તાપને ખમી નહીં શકીએ. માટે તાપને પણ સહન કરતા શીખો. ખાપણો રૂપિયો શું અમેરિકામાં કામ લાગશે.... ?' ના, આ નાણું આપણું લોકમાં પણ કામ નથી લાગતું તો પછી પરલોકમાં કયાંથી કામ લાગશે ? કપિલનું ચિંતન...
કપિલ વિચાર કરે છે. બે માસા સોનું શા માટે માંગું ? લાવને વધારે માંગું. કારણ કે એને પેલી છોકરી સાથે સંસાર માંડવો છે. માટે હવે આપનાર બેઠો છે તો શા માટે ઓછું માગવું? તેથી વિચારમાં ને વિચારમાં બે માસા પરથી ક્રોડ માસા સુધી પહોંચી ગયો. હજી પણ વિચાર કરે છે કે ક્રોડ માસાથી મારી તૃપ્તિ નહીં થાય. લાવને આખું રાજ્ય માંગી લઉં જેથી જીંદગી શાંતિથી વીતે પણ ત્યાં તો વિચારધારા પલટાય છે. તેની પાસે એક ગુણ હતો માતૃભક્તિને બીજો મહત્ત્વનો ગુણ હતો ચિંતનશીલતા. તે વિચારે છે, જે રાજાએ મને જેલમાં પૂરી દેવાને બદલે માંગવાનું કહ્યું તેનું શું હું બધું લૂંટી લઉં? અહો ! માએ મને શા માટે મોકલ્યો હતો. અહીં મેં આ શું નાટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org