________________
એટલું સત્ય છે કે બૌદ્ધ દર્શનમાં સતુના અનિત્ય અને ક્ષણિક સ્વરૂપ પર અધિક બળ આપેલ છે. એ પણ સત્ય છે કે ભગવાન બુદ્ધ સહુને એક પ્રક્રિયા (Process) ના રૂપમાં જુવે છે. એમની દૃષ્ટિમાં વિશ્વમાત્ર એક પ્રક્રિયા છે. તે પ્રક્રિયા (પરિવર્તનશીલતા)થી પૃથક્ કોઈ સત્તા નથી. એમનું કહેવું છે કે ક્રિયા છે પરંતુ ક્રિયાથી પૃથ; કોઈ કર્તા નથી. આ પ્રમાણે પ્રક્રિયાથી અલગ કોઈ સત્તા નથી. અહીં આપણે યાદ રાખવું જોઈએ કે બૌદ્ધ દર્શનના આ મંતવ્યોનો આશ્રય એકાન્ત ક્ષણિકવાદ કે ઉચ્છેદવાદ નથી. આલોચકોએ તેને ઉચ્છેદવાદ સમજીને જે આલોચના પ્રસ્તુત કરેલ છે, ચાહે ઉચ્છેદવાદના સંદર્ભમાં સંગત હોય પરંતુ બૌદ્ધ દર્શનના સંબંધમાં નિતાન્ત અસંગત છે. બુદ્ધ સત્તા પરિવર્તનશીલ પક્ષપર બળ આપે છે. પરંતુ આ આધાર પર તેઓને ઉચ્છેદવાદના સમર્થક ન કહી શકાય. બુદ્ધના આ કથનનું "ક્રિયા છે", "કર્તા નથી” તેનો આશય એવો નથી કે તેઓ કર્તા કે ક્રિયાશીલ તત્વનો નિષેધ કરે છે. તેમના કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે ક્રિયાથી ભિન્ન કર્તા નથી. સત્તા અને પરિવર્તનમાં પૂર્ણ તાદાભ્ય છે. સત્તાથી ભિન્ન પરિવર્તન અને પરિવર્તનથી ભિન્ન સત્તાની સ્થિતિ નથી. પરિવર્તન અને પરિવર્તનશીલ અન્યોન્યાશ્રિત છે. બીજા શબ્દોમાં તે સાપેક્ષ છે. નિરપેક્ષ નથી. વસ્તુતઃ બૌદ્ધ દર્શનનો સતુ સંબંધી આ દૃષ્ટિકોણ જૈન દર્શન સાથે સરખાવતા એક નિષ્કર્ષ સુધી પહોંચી શકાય છે. બૌદ્ધ દર્શનમાં સત્તાને અનુચ્છેદ અને અશાશ્વત કહ્યું છે. અર્થાત્ તેઓ તેને નથી એકાન્ત અનિત્ય માનતા કે નથી એકાન્ત નિત્ય માનતા એમના કહ્યા મુજબ સત્તા અનિત્ય નથી તેમજ નિત્ય પણ નથી.
જ્યારે જૈન દાર્શનિકોની અપેક્ષાએ સત્તા નિત્યાનિત્યની માન્યતા ધરાવે છે. અહીં બન્ને પરંપરાઓમાં જે અંતર આપણે જોઈએ છે તે અંતર નિષેધાત્મક અથવા સ્વીકારાત્મક ભાષાશૈલીનો અંતર છે બુદ્ધ અને મહાવીરના કથનનું મૂળ ‘ઉત્સ’ એક બીજાથી એટલું જુદું નથી, જેટલું કે અમે તેને માની લઈએ છીએ. ભગવાન બુદ્ધના સતુના સ્વરૂપ સંબંધમાં યથાર્થતા શું હતી, એની વિસ્તૃત ચર્ચા અમે જૈન બૌદ્ધ અને ગીતાના આચાર દર્શનોનું તુલનાત્મક અધ્યયન” ભાગ-૧ (પૃ.૧૯૨- ૧૯૪)માં કરેલ છે. ઈચ્છક પાઠક તેને ત્યાં જોઈ શકે છે. સના સ્વરૂપના સંબંધમાં પ્રસ્તુત વિવેચનનો મૂળ ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સને અવ્યય કે અપરિવર્તનશીલ માનવું એ એકાન્ત પક્ષ અને સને પરિવર્તનશીલ કે ક્ષણિક માનવું એ એકાન્ત પક્ષ જૈન વિચારકોને સ્વીકાર નથી. એજ પ્રમાણે સહુના સંબંધમાં એકાન્ત અભેદવાદ અને એકાન્ત ભેદવાદ પણ એમને માન્ય નથી. સના સંબંધમાં જૈન દષ્ટિકોણ :
સના સંબંધમાં બે દષ્ટિકોણ છે - 'એકાન્ત પરિવર્તનશીલતા અને એકાન્ત અપરિવર્તનશીલતા. એ બન્નેમાંથી કોઈ એકને અપનાવીએ તો પણ નથી વ્યવહાર જગતની વ્યાખ્યા સંભવ કે નથી ધર્મ કે નૈતિકતા માટે કોઈ સ્થાન'. માટે જ આચારમાર્ગીય પરંપરાના પ્રતિનિધિ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે તેનો પરિત્યાગ આવશ્યક સમજ્યો. મહાવીરની વિશેષતા એ છે કે તેઓએ એકાન્ત શાશ્વતવાદનો અને એકાન્ત ઉચ્છેદવાદનો પરિત્યાગ જ નથી કર્યો પરંતુ પોતાની અનેકાંતવાદી અને સમન્વયવાદી પરંપરાના અનુસાર એ બન્ને વિચારધારાઓમાં સામંજસ્ય સ્થાપિત કર્યો છે. પરંપરાગત દષ્ટિએ એવું મનાય છે કે ભગવાન મહાવીરે કેવળ “૩ને વ, વિનામે વ, ધુ વા" આ ત્રિપદીનો ઉપદેશ આપ્યો હતો. સમસ્ત જૈન દાર્શનિક વામનો વિકાસ એ જ ત્રિપદીના આધારે સ્થપાયો છે. માટે પરમાર્થ કે સના સ્વરૂપના સંબંધમાં મહાવીરનું ઉપર દર્શાવેલ વર્ણન જ જૈન દર્શનનું કેન્દ્રીય તત્વ છે.
સિદ્ધાંત પ્રમાણે વિચારતા ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્ય ત્રણે સહુના લક્ષણ છે. તત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિએ સને પરિભાષિત કરતાં કહ્યું છે કે સતુ ઉત્પાદ, વ્યય ધ્રૌવ્યાત્મક છે. (તત્વાર્થ, અ. ૫, સુ. ૨૯) ઉત્પાદ અને વ્યય સતના પરિવર્તનશીલ પક્ષને બતાવે છે. તો ધ્રૌવ્ય તેના અવિનાશી પક્ષને. સતુનો ધ્રૌવ્ય ગુણ ઉત્પત્તિ અને વિનાશના આધારે છે. બન્નેના મધ્ય યોજક કડીનો આધાર પણ એજ છે. એ પણ સત્ય છે કે વિનાશના માટે ઉત્પત્તિ અને ઉત્પત્તિના માટે વિનાશ આવશ્યક છે. પરંતુ ઉત્પત્તિ અને વિનાશ બન્ને માટે એવા આધારભૂત તત્ત્વની આવશ્યકતા હોય છે. જેમાં ઉત્પત્તિ અને વિનાશની આ પ્રક્રિયા ઘટિત થાય છે. જો અમે ધ્રૌવ્ય પક્ષનો અસ્વીકાર કરીએ તો ઉત્પત્તિ અને વિનાશ પરસ્પર અસંબંધિત થઈ જશે અને સત્તા અનેક ક્ષણિક અને અસંબંધિત ક્ષણજીવી તત્વોમાં વિભક્ત થઈ જશે. આમ પરસ્પર સંબંધિત ક્ષણિક સત્તાઓની અવધારણાથી વ્યક્તિત્વની એકાત્મકતાનો જ વિચ્છેદ થઈ જશે. જેના અભાવમાં નૈતિક ઉત્તરદાયિત્વ અને કર્મફળ - વ્યવસ્થા જ અર્થવિહીન થઈ જશે. આ પ્રમાણે એકાંતે ધ્રૌવ્યતાનો સ્વીકાર કરવાથી RESS S SS SSSSSSSSSSSSSSS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org