________________
જૈન દાર્શનિકોનો એક એ પણ પ્રશ્ન છે કે તેઓ સતુ અને દ્રવ્ય બન્ને શબ્દોને ન કેવળ સ્વીકાર કરે છે, પરંતુ તેને એક-બીજાથી સમન્વિત પણ કરે છે. અહીં આપણે સર્વ પ્રથમ સતુના સ્વરૂપનું વિશ્લેષણ કરીશું, ત્યારબાદ દ્રવ્યોની ચર્ચા કરીશું. તથા અંતમાં તત્ત્વોના સ્વરૂપ ઉપર વિચાર કરીશું.
સતનું સ્વરુપ : પૂર્વેની સુચનાનુસાર જૈન દાર્શનિકોએ સંત, તત્વ અને દ્રવ્ય આ ત્રણેયને પર્યાયવાચી માન્યા છે. છતાં શાબ્દિક અર્થની દૃષ્ટિએ આ ત્રણેયમાં અંતર છે. સતું એક એવું સામાન્ય લક્ષણ છે. જે બધા જ દ્રવ્યો અને તત્વોમાં મળે છે તથા દ્રવ્યોના ભેદમાં પણ અભેદની જ પ્રધાનતા ધરાવે છે. જ્યાં તત્વનો પ્રશ્ન ઉભો થાય છે ત્યાં ભેદ અને અભેદ બન્નેને અથવા સામાન્ય અને વિશેષ બન્નેનો સ્વીકાર કરવામાં આવે છે. સમાં કોઈ ભેદ કરી શકાતો નથી, જ્યારે તત્વમાં ભેદ કરી શકાય છે. જૈન આચાર્યોએ તત્ત્વોની ચર્ચાના પ્રસંગે ન કેવળ જડ અને ચેતન દ્રવ્યો અર્થાતુ જીવ અને અજીવની જ ચર્ચા કરી છે, પરંતુ આશ્રવ, સંવર આદિ તેના પારસ્પરિક સંબંધોની પણ ચર્ચા કરી છે. તત્ત્વની દષ્ટિએ કેવળ જીવ અને અજીવમાં ભેદ માન્યા છે. પરંતુ જીવોમાં પણ પરસ્પર ભેદ માન્યા છે, તથા બીજી તરફ આશ્રવ, બંધ આદિના પ્રસંગમાં તેના તાદાભ્ય કે અભેદનો પણ સ્વીકાર કર્યો છે, અહીં જ્યાં સુધી દ્રવ્ય” શબ્દનો પ્રશ્ન છે. તે સામાન્ય હોવા છતાં પણ દ્રવ્યોની લક્ષણગત વિશેષતાઓના આધારે તેના ભેદ થાય છે. "સતશબ્દ સામાન્યાત્મક છે, તત્ત્વ શબ્દ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે અને દ્રવ્ય વિશેષાત્મક છે. બીજી દષ્ટિએ સત્ શબ્દ સત્તાના અપરિવર્તનશીલ પક્ષનો, દ્રવ્ય શબ્દ પરિવર્તનશીલ પક્ષનો અને તત્વ શબ્દ ઉભય-પક્ષનો સૂચક છે. જૈનોના નયોની પારિભાષિક શબ્દાવલીમાં કહેવામાં આવે તો સત શબ્દ સંગ્રહનયનો, તત્ત્વ નૈગમનયનો અને દ્રવ્ય શબ્દ વ્યવહારનયનો સૂચક છે. સત્ અભેદાત્મક છે, તત્ત્વ ભેદાભદાત્મક છે અને દ્રવ્ય શબ્દ ભેદાત્મક છે. જૈન દર્શન ભેદ, ભેદભેદ અને અભેદ ત્રણેયનો સ્વીકાર કરે છે, માટે તેઓએ પોતાની ચિંતનધારામાં આ ત્રણેયને સ્થાન આપેલ છે. આ ત્રણેય શબ્દોમાં આપણે સર્વ પ્રથમ સતુના સ્વરૂપના સંબંધમાં વિચારીશું. યદ્યપિ વ્યુત્પત્તિપરક અર્થની દૃષ્ટિએ જોતા સત્ શબ્દ સત્તાના અપરિવર્તનશીલ, સામાન્ય અને અભદાત્મક પક્ષનો સૂચક છે. છતાં પણ સહુના સ્વરૂપને લઈને ભારતીય દાર્શનિકોમાં મતૈક્ય નથી. કોઈ તેને અપરિવર્તનશીલ માને છે તો કોઈ તેને પરિવર્તનશીલ, કોઈ તેને એક કહે છે, તો કોઈ અનેક કોઈ તેને ચેતન માને છે તો કોઈ તેને જડ વસ્તુત: સતુ પરમ તત્વ કે પરમાર્થના સ્વરૂપ સંબંધી આ વિભિન્ન દૃષ્ટિકોણોના મૂળમાં મુખ્ય પણે ત્રણ પ્રશ્નો વિશેષ છે. પ્રથમ પ્રશ્ન તેના એકત્વ અથવા અનેકત્વનો છે. બીજા પ્રશ્નનો સંબંધ તેના પરિવર્તનશીલ કે અપરિવર્તનશીલથી સંબંધ ધરાવે છે. ત્રીજા પ્રશ્નનો સંબંધ તેના ચિત કે અચિત હોવાથી છે. જાણવા મુજબ લગભગ ભારતીય દર્શનોએ ચિત- અચિત્, જડ-ચેતન કે જીવ-અજીવ બન્ને તત્ત્વોનો સ્વીકાર કરેલ છે. માટે આ પ્રશ્ન વધારે ચર્ચાનો વિષય નથી. છતાં પણ આ બધા પ્રશ્નોના આપેલ ઉત્તરોના પરિણામ સ્વરૂપ ભારતીય ચિંતનમાં સના સ્વરુપમાં વિવિધતા આવી છે. સતુના પરિવર્તનશીલ કે અપરિવર્તનશીલ થવાનો પ્રશ્ન :
સતના પરિવર્તનશીલ અથવા અપરિવર્તનશીલ સ્વરૂપના સંબંધમાં બે અતિવાદી અવધારણાઓ છે. એક ધારણા એ છે કે સતુ નિર્વિકાર અને અવ્યય છે. ત્રણે કાળમાં તેમાં કોઈ પરિવર્તન થતું નથી. અહીં વિચારકોનું માનવું એ છે કે જે પરિવર્તન થાય છે તે સત ન હોઈ શકે. પરિવર્તનનો અર્થ એ જ છે કે પૂર્વ અવસ્થાની સમાપ્તિ અને જીવન અવસ્થાનો ગ્રહણ. આગળ એ દાર્શનિકોનું કહેવું છે કે જેમાં ઉત્પાદ અને વ્યયની પ્રક્રિયા હોય તેને સત્ ન કહી શકાય. જે અવસ્થાન્તરને પ્રાપ્ત થાય તેને સત્ કેવી રીતે કહેવાય ? આ સિદ્ધાન્તના વિરોધમાં જે સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યું તે સત્તા પરિવર્તનશીલતાનો સિદ્ધાન્ત છે. અહીં વિચારકોના અનુસાર પરિવર્તનશીલ અથવા અર્થક્રિયાકારિત્વનું સામર્થ્ય જ સનું લક્ષણ છે. જે ગતિશીલ નથી અથવા બીજા શબ્દોમાં જે અર્થક્રિયાકારિત્વની શક્તિથી હીન છે તેને સત્ ન કહી શકાય. અહીં અનેક ભારતીય દાર્શનિક ચિંતનના પ્રશ્ન ઉભા થાય છે. કેટલાક ઔપનિષેદિક ચિંતકો અને શંકરનું અદ્વૈત વેદાંત સતના અપરિવર્તનશીલ થવાના પ્રથમ સિદ્ધાન્તના પ્રબળ સમર્થકો છે. આચાર્ય શંકરના અનુસાર સત્ નિર્વિકાર અને અવ્યય છે. તે ઉત્પાદ અને વ્યય બન્નેથી રહિત છે. એથી વિપરીત બીજો સિદ્ધાંત બૌદ્ધદાર્શનિકોનો છે. તેઓ એક મતથી સ્વીકાર કરે છે કે સતનું લક્ષણ અર્થક્રિયાકારિત્વ છે. ઉત્પત્તિ અને વિનાશની પ્રક્રિયાથી પૃથફ કોઈ વસ્તુ સત્ થઈ શકતી નથી. ભારતીય ચિંતકોમાં સાંખ્ય દાર્શનિકોનો પણ આ બાબતમાં પ્રશ્ન છે. તેઓ ચિત્ તત્વ કે પુરુષને અપરિવર્તનશીલ કે કૂટસ્થનિત્ય માને છે. પરંતુ તેઓની દષ્ટિમાં પ્રકૃતિ કૂટસ્થનિત્ય નથી. તે પરિવર્તનશીલ તત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org