________________
છે. આ પ્રમાણે સાંખ્ય દાર્શનિક પોતાના દ્વારા સ્વીકૃત બે તત્ત્વોમાં એક ને પરિવર્તનશીલ અને બીજાને અપરિવર્તનશીલ માને છે.
વાસ્તવમાં સને નિર્વિકાર અને અવ્યય માનવામાં સૌથી મોટો વિરોધ એ છે કે એમના મતાનુસાર તેઓને જગતુ મિથ્યા કે અસત્ જ માનવું પડે, કારણકે આપણું અનુભવેલુ જગત તો પરિવર્તનશીલ જ છે. એમાં કંઈપણ એવું જણાતુ નથી જે પરિવર્તનથી રહિત હોય. વ્યક્તિ, સમાજ કે ભૌતિક પદાર્થ બધાજ પ્રતિક્ષણ બદલતા રહે છે. સને નિર્વિકાર અને અવ્યય માનવાનો અર્થ એ છે કે જગતના અનુભવોની વિવિધતાને નકારવો અને કોઈપણ વિચારક અનુભવાત્મક પરિવર્તનશીલને નકારી ન શકે. ચાહે આચાર્ય શંકર જેવા પણ જોરથી આ વાતને કહેતા હોય કે નિર્વિકાર બ્રહ્મ જ સત્ય છે અને પરિવર્તનશીલ જગત મિથ્યા છે. પરંતુ અનુભવીઓના અનુભવમાં કોઈપણ વિચારક આનો સ્વીકાર કરી શકતા નથી. અનુભવીઓના અનુભવમાં જે પરિવર્તનશીલનો અનુભવ છે તેને ક્યારે પણ નકારી ન શકાય. જો સત ત્રણે કાળમાં અવિકારી અને અપરિવર્તનશીલ હોય તો પછી વૈયક્તિક જીવો અથવા આત્માઓના બંધન અને મુક્તિની વ્યાખ્યા પણ અર્થહીન થઈ જશે. ધર્મ અને નૈતિકતા બન્નેનું દર્શનમાં કાંઈ સ્થાન રહેશે નહી. જે સને અપરિણામી માન છે. જેવી રીતે જીવનમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા આવે છે, તેવી જ રીતે સત્તામાં પણ પરિવર્તન ઘટિત થાય છે. આજ અમારું એ અનુભવી વિશ્વ નથી જે હજારવર્ષ પહેલા હતું. તેમાં પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. કેવળ જગતમાં જ નહિ પરંતુ અમારા વૈયક્તિક જીવનમાં પણ પરિવર્તન થતું રહે છે. માટે અસ્તિત્વ કે સત્તાના સંબંધમાં અપરિવર્તનશીલતાની અવધારણા યોગ્ય નથી.
અહીં બીજી દૃષ્ટિએ જોઈએ તો સને ક્ષણિક કે પરિવર્તનશીલ માનીએ તો પણ કર્મફળ કે નૈતિક ઉત્તરદાયિત્વની વ્યાખ્યા સંભવી શકતી નથી. જો પ્રત્યેક ક્ષણ સ્વતંત્ર છે તો પછી અમે નૈતિક ઉત્તરદાયિત્વની વ્યાખ્યા કરી શકતા નથી. જે વ્યક્તિ અથવા વસ્તુ પોતાના પૂર્વેક્ષણની અપેક્ષાએ ઉત્તરક્ષણમાં પૂર્ણતઃ બદલાય જાય તો પછી આપણે કોઈને પૂર્વમાં કરેલ ચોરી આદિ કાર્યોના માટે કેવી રીતે ઉત્તરદાયી બનાવી શકાય ?
સૈદ્ધાંતિક દૃષ્ટિએ જૈન દાર્શનિકોનું આ ધારણાથી વિપરીત એવું કહેવું છે કે ઉત્પત્તિ વગર નાશ અને નાશ વગર ઉત્પત્તિ સંભવ નથી. બીજા શબ્દોમાં પૂર્વપર્યાયના નાશ વગર ઉત્તર-પર્યાયની ઉત્પત્તિ સંભવ નથી. પરંતુ ઉત્પત્તિ અને નાશ બન્નેનો આશ્રય કોઈ વસ્તુતત્ત્વ હોવા જોઈએ. એકાન્તનિત્ય વસ્તુતત્ત્વ પદાર્થમાં પરિવર્તન સંભવ નથી. અને જો પદાર્થોને એકાન્ત ક્ષણિક માનવામાં આવે તો પરિવર્તન કોનું થાય એ કહી શકાતું નથી. આચાર્યસમંતભદ્ર આપ્ય-મીમાંસામાં આ દૃષ્ટિકોણની સમાલોચના કરતા કહ્યું છે કે “એકાન્ત ક્ષણિકવાદમાં પ્રત્યભાવ અર્થાતુ પુનર્જન્મ અસંભવ ગણાશે અને પ્રત્યભાવના અભાવમાં પુણ્ય પાપના પ્રતિફળ અને બંધનમુક્તિની અવધારણાઓ પણ સંભવી શકાશે નહિ. બીજી રીતે એકાન્ત ક્ષણિકવાદમાં પ્રત્યભિજ્ઞા પણ સંભવ નથી અને પ્રત્યભિજ્ઞાના અભાવમાં કાર્યારંભ જ ન થાય. પછી ફળ ક્યાંથી ?' આ પ્રમાણે આમાં બંધન-મુક્તિ અને પુનર્જન્મનું કોઈ સ્થાન જ નથી. "યુફત્યનુશાસન”માં કહ્યું છે કે- 'ક્ષણિકવાદ સંવૃત્તિ સત્યના રૂપમાં પણ બંધન-મુક્તિ આદિની સ્થાપના કરી શકાતી નથી. કારણ કે તેઓની દષ્ટિમાં પરમાર્થ કે સતુ નિઃસ્વભાવ છે. જો પરમાર્થ નિઃસ્વભાવ છે તો પછી વ્યવહારનું વિધાન કેવી રીતે થશે. આચાર્ય હેમચંદ્ર અન્યયોગવ્યવચ્છેદિકામાં ક્ષણિકવાદ પર પાંચ આક્ષેપ બતાવ્યા છે. - ૧. કૃત-પ્રણાશ, ૨. અકૃત-ભોગ, ૩. ભવ-ભંગ, ૪. પ્રમોક્ષ-ભંગ અને ૫. સ્મૃતિ-ભંગ. જો કોઈ નિત્ય સત્તા જ નથી અને પ્રત્યેક સત્તા ક્ષણજીવી છે તો પછી વ્યક્તિ દ્વારા કરેલ કર્મનું ફળભોગ કેવી રીતે સંભવ થશે ? કારણ કે ફળભોગના માટે કર્તતકાળ અને ભોગકૃત્વ કાળમાં તે જ વ્યક્તિનું હોવું આવશ્યક છે. અન્યથા કાર્ય કોઈ કરશે અને ફળ કોઈ ભોગવશે ? એટલે કે એકાન્ત ક્ષણિકવાદમાં અધ્યયન કોઈ કરશે. પરીક્ષા કોઈ દેશે અને તેનું પ્રમાણ-પત્ર કોઈ બીજાને મળશે. એ પ્રમાણ-પત્રના આધાર પર નોકરી બીજો કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરશે અને જે પગાર (ધનપ્રાપ્તિ) મળશે તે બીજા કોઈને મળશે. આ પ્રમાણે ઋણ કોઈ અન્ય વ્યક્તિ લેશે અને તેનું ભુગતાન કોઈ અન્ય વ્યક્તિને કરવું પડશે.
૧. આપ્ત-મીમાંસા - સમન્તભદ્ર, ૪૦ - ૪૧ ૨. યુકત્યનુશાસન – ૧૫ – ૧૬. ૩. અન્યયોગવ્યવચ્છેદિકા, સાદ્વાદમંજરી નામક ટીકા સહિતકારિકા - ૧૮.
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org