Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
18
આમ છતાં આજે આ બધી શાસપંક્તિઓને પૂરા સંદર્ભમાં રજુ કર્યા વિના સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી દેરાસર ચલાવવા માટે આ શાસ્ત્ર-પંક્તિઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તે શ્રદ્ધાળુ સંઘનો મહાવિશ્વાસઘાત છે. દેવદ્રવ્યનો ગેર ઉપયોગ કરવાનો માર્ગ બતાવનારાઓના ગુરુવર્યોએ દરેક સંઘોને સાધારણનું ફંડ કરીને દેરાસરનો ખર્ચ કરવાનું શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. એમના વારસદારો આજે શાસ્ત્રપંક્તિઓના નામે દેવદ્રવ્યથી દેરાસર ચલાવવાનું ઉન્માર્ગદર્શન આપી રહ્યા છે. દેવદ્રવ્યને સાતક્ષેત્ર સાધારણમાં ઢસડી જવાની વાત કરનારાઓની સામે આપણા પૂર્વેના મહાપુરુષોએ આ જ શાસ્ત્રપંક્તિઓ આગળ ધરીને એ અનર્થ અટકાવેલો. આજે તેમના જ વારસો આ શાસ્ત્રપંક્તિઓ આગળ ધરીને દેવદ્રવ્યને દેરાસર સાધારણ કહી રહ્યા છે. આવો શાસ્ત્રદ્રોહ અને ગુરુદ્રોહ થતો હોય ત્યારે કોઈપણ સંઘે કે શ્રાવકોએ આ વાતનો સ્વીકાર ન જ કરાય. જે દેવદ્રવ્ય જ છે તેને વટલાવીને દેરાસર સાધારણ બનાવનારા મહાપાપ કરી રહ્યા છે. ખરેખર જો તેમને આ જ શાસ્ત્રપંક્તિઓ અને પોતાના ગુરુવર્યોની પરંપરા પ્રત્યે આદર-માન હોય તો એ જ શાસ્ત્રોમાં વર્ણવેલ દેરાસર સાધારણની આવકના સ્રોતોને સક્રિય કરેએને અનુરૂપ બીજા પણ નિર્દોષ શાસ્ત્રશુદ્ધ ઉપાયો શ્રી સંઘને બતાવે, દેવદ્રવ્યનો આવો દુરુપયોગ કરીને તેઓ કઈ ગતિ સાધવા ઈચ્છે છે? કુતર્કો અને ગઠબંધનના જોરે આ શાસ્ત્ર વિપરીત માર્ગ પ્રવર્તાવવાનો પોતાનો કદાગ્રહ કદાચ તેઓ પૂરો પણ કરે, તોય તેઓ અને તેમના ઉન્માર્ગદર્શન પ્રમાણે ચાલનારાઓના હાલ સારાતો ન જ રહે. દેવદ્રવ્ય તો કાચો પારો છે. તેના પારખા કરવાનું ભારે પડી જશે. સકલશ્રી સંઘને સાવચેત કરવા માટે ચેતવણી છે કે દેવદ્રવ્યથી દેરાસરના ખર્ચ કાઢવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કરશો. સાધારણ દ્રવ્યથી આ કાર્ય કરવાનું ચાલુ રાખજો.
ચડાવાના દ્રવ્યથી જ દેરાસરનો ખર્ચ કરવાનું બહું ગમતું હોય તો તેનો પણ રસ્તો છે. દેરાસર સાધારણ, સાતક્ષેત્ર સાધારણ કે સર્વસાધારણનો લાભ લેવા માટે પંદર દિવસના કે મહિના-મહિનાના ખર્ચનો લાભ લેવા માટે ચડાવા બોલે. જેને આદેશ મળે તેને જાહેરાત મુજબ પંદર દિવસ કે મહિનાના ખર્ચનો લાભ મળે. આ રીતે ત્રણ પ્રકારમાંથી જે પ્રકારના સાધારણનો ચડાવો બોલાય તેની રકમ સાધારણનો ચડાવો હોવાથી જેતે સાધારણમાં જાય. અષ્ટપ્રકારી જિનપૂજાની સામગ્રી