________________
1)
Jain Education International
શ્રી ચા રિ ત્ર વિ જ ય જાળવનાર એ દેશ! જ્યાંનાં ભેાળા ભલા ઓઢાવીર પાછળ હાથલ જેવી રૂપસુંદરીઓ ઝૂરતી આવે; જે દેશમાં ફત્તેમહમદ જેવા વીરમ પાકે; જ્યાં બ્રહ્મક્ષત્રિય આજમશેઠ સુંદરજી શિવજી જેવા સુલતાનેસેાદાગર નીપજે; જ્યાંના દાનવીર જગડા દુષ્કાળથી પ્રજાના રક્ષણુ માટે પૈસાને પાણીના પૂર રેલાવે; જ્યાંના લક્ષ્મીદાસ કામદાર મુસદ્દીપણાના એષપાઠ આપે. સંક્ષેપમાં જે ભૂમિના એકેએક વિભાગ જવાંમર્દી, ક્નાગીરી ને સમર્પણુના મંત્રોથી ગાજે છે, એવા, ભાષાની કશીય સમૃદ્ધિ વગરના, પારકાની ભાષાલિપિએ ભાખનારા કચ્છ, કરડા, કડપવાળા, ખરખચડી છવાં અમુલખ જવાંમર્દાની ભેામકા છે.
એવા એ કચ્છ ! એના કડી પ્રદેશના પત્રી ગામમાં વીશા એસવાલનું એક કુટુમ્બ વસતું હતું. સ્થિતિએ સાધારણ અને ધંધે કૃષિકાર વરસતે વરસાદે ખેતરામાં મહેનત કરનાર, શિયાળા, ઉનાળા, ચામાસું બધું એક ભાવે ભેગુ કરી મજૂરી કરનાર એ કુટુમ્બ પૃથ્વીનાં પડને પરસેવે ભીંજવી પેટપેાષણુ કરતું. સરલ ને સાદું બુદ્ધિખળ, ટૂંકી મિલકત, ટૂંકું ખર્ચ, ટૂંકુ જ્ઞાન ને ટૂંકી મહત્ત્વાકાંક્ષા ! સત્યની રૂઢ થયેલી મર્યાદાઓ ને કાઈ સાધુ પુરાણીએ સંભળાવેલી ધમ – સીમાએ વચ્ચે એ કુટુમ્બ જીવતાં.
એ ગામના વીસા ઓસવાળાના ઘરામાં એક કુટુમ્બ વેઢાને નામે ઓળખાય. વધુ અધ્યાત્મ તરફ ઝૂકેલા એ કાળમાં દેશના કે જાતિના ઈતિહાસ રાખવામાંય જાતપ્રશ’સાનું પાપ મનાયું હશે, એટલે વેઢા કુટુખના પૂર્વજોના ઇતિહાસ તા કંઈ ઉપલબ્ધ નથી, છતાં પર પરાથી એ કુટુમ્બના કર્મવીરપણાની એક કથા આજ સુધી કહેવાતી આવી છે, જેમાંથીય વંશગત વીરતાના ચમકારાનું દર્શન અવશ્ય સાંપડે છે.
સુમરાએના રાજઅમલની એ વાત! એ કાળે બાદશાહની જીભ એ કાઢ્ઢા ને એમની ઇચ્છા એ જ ન્યાયાન્યાય ! લેાકેા પર અણુધારી ને અંધારી આફ્ત ઉતરી આવે. આવી આફ્ત
'
For Personal & Private Use Only
www.jainelibrary.org