________________
Gઓની શાસન સેવાને માટે તો શ્રી પાલીતાણા - શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ એક જવલંત દૃષ્ટાન્ત, જીવતું જાગતું નજરે પડે છે કે જેના માટે કોઇને પણ શંકા કરવાનું સ્થાન જ નથી.
વળી શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી જેવા ચારિત્રપાત્ર ચારિત્રરત્નો, એ જ ગુરુકુલરૂપ ઝવેરાતની ખાણના પાકેલા, ગુરુકુલના સંસ્થાપક શ્રી ચારિત્રવિજયજીના શિષ્યો સર્વ કેદની દૃષ્ટિ અને કૃતિમાં આવી રહ્યા છે, એ જ સદગતની શભ્ર કીર્તિની પ્રસાદી છે. સાદડી, તા. ૧૩-૮-૩૨
શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
તેઓશ્રીને મને ઘણો પરિચય હતો. પ્રથમ મેલાપ સં. ૧૯૬૧માં શ્રી શત્રુંજયની શીતલ છાયામાં થયો હતો. તેના વિચારો ઘણું જ ઊંચા હતા. મનુષ્ય જન્મ પામીને કાંઈ પણ ઉત્તમ કામ આપણા હાથે ન થાય તો મનુષ્યજન્મ પામ્યો શા કામનો ? અને આ માટે શાસનદેવની સહાય મેળવવા તેમણે પદ્માવતીદેવીને પ્રસન્ન કરવા શંખેશ્વરજી તીર્થમાં મહારાજ શ્રી ગુલાબવિજથજીના શિષ્ય મુનિ મણિવિજયજી સાથે પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ નીવડયો હતો.
સાહસિક વૃત્તિ ઘણી હતી. જે કામ હાથ લીધું તે કર્યો જ છૂટકે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય સોહનવિજયજીને જંગલમાં હેરાન કરી મારીને કાંટાની વાડમાં નાખી દેવાથી તેમ જ દેરાસરમાંથી ચોરી કરવાથી અને તે સામે વિરોધ થવાથી ભાટોએ ઘણું તોફાન કરેલ. આ વેળા અગ્રેસર ભાગ લઈને ભાટોને પાછા હઠાવ્યા હતા. વડોદરામાં આવતા, રસ્તામાં ભૂલા પડેલા ત્યારે પણુ સાહસ કરી આગળ જઈ રસ્તો તેઓ જ શોધી લાવેલા.
સં. ૧૯૬૫ માં હું લુણાવાડામાં ચતુર્માસ હતો. તેઓ ગોધરામાં હતા તે વેળા વેજલપુરમાં હુકમ મુનિ સામે શાસ્ત્રાર્થ થયેલ. મેં તેમની ભૂલ કબૂલ કરાવેલ. તે વખતે પણ મુનિ મહારાજશ્રીએ મને ઘણી સારી મદદ કરી હતી. પાલીતાણામાં હીરાચંદ કાનુની કેટલાક ગરીબ છોકરાઓને શિક્ષણ આપી તેમની કેળવણીમાં રસ લઈ રહ્યા હતા. મુનિનો આમાં પણ અગ્રેસર ભાગ હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org