________________
શ્રી ચારિત્રવિજય
આપીને તેમણે હિન્દુ-મુસલમાન સૌ તરફ સમભાવ ને પ્રેમ દર્શાવ્યો હતો સંવત ૧૯૭૫ માં ફરીથી તેઓ અહીં પધારેલા. એ વેળા કેલેરી ફાટી નીકળેલો. તેઓએ ઘરોઘર ફરી, દુઃખી દર્દીઓને આસ્થાસન આપ્યું હતું. આ નાના રાજ્યમાં એ વખતે મુનિરાજશ્રીનું આશ્વાસન સૌને અમૃતસમ લાગતું.
ત્યારબાદ આસો સુદ ૯ ની રાત્રિએ જૈનશાસનને એ જ્યોતિર્ધર અદશ્ય થયો. તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યારે પાસેના શ્રાવકના ઘરમાં કંકુમનાં પગલાં અને દીપક દેખાયો હતો. આખા ગામમાં પાખી પાળી હતી. દરેક કોમના લેકે અગ્નિસંસ્કાર વખતે હાજર હતા. તેમના નિમિત્ત કારતક માસમાં એક અઠ્ઠાઇ ઉત્સવ કરી એક દેરીમાં તેમનાં પગલાં પધરાવ્યાં છે. અમારા શ્રી સંધ ઉપર તેમના ઘણા ઉપકાર છે. તેમની અમરકીર્તિ એમની પાછળ જીવતી-જાગતી છે.
શ્રી અંગીયા સંધપતિ,
શ્રાવક વેલજી ડુંગરશી અંગીયા. ૨૭–૯-૩૬
9 મનજી હેમરાજ છ ટોકરશી હેમરાજ
પ્રાતઃસ્મરણીય ગરદેવનો અસહ્ય વિયોગ સદાને માટે દિલગીરી ઉપજાવી રહ્યો છે. જિંદગીના એ મારા માર્ગદર્શક હતા. આજીવન તેમણે મને કદી મુંઝાવા દીધો નથી. અમને બન્ને ભાઈઓને આ ઉનત સ્થિતિએ પહોંચાડનાર એ ગુરુદેવ ભૂલ્યા ભૂલાય તેમ નથી. સૃષ્ટિમાં કોઇને અમરપટ નથી, પરંતુ જીવનસ્થિતિમાં આવા આશ્રયદાતાની ખોટ હદયને કોરી ખાય છે. જ્યાં છે ત્યાંથી એ આત્મા ખોટને પૂરી કરવા પુણ્ય પ્રેરણા આપ્યા કરે ! કલકત્તા, તા. ૨૯-૧૧-૧૮
પંડિત ત્રિભોવનદાસ અમરચંદ
ગુર્દેવનાં અંતિમ દર્શન પણ ન થયાં! હે વિધિ! તેં આ શું કર્યું? હવે એ કૃપા, અગાધ સ્નેહ અને એ ધર્મોપદેશક ક્યાંથી મળશે? મણ, માગસર સુદ ૧૫.
નાગરદાસ
ગુરુદેવના સ્વર્ગવાસના સમાચારે આખા સંધમાં ખેદની લાગણી પ્રસરાવી છે. ગામમાં પાણી પાળી પૂજા ભણાવી છે. ખરેખર ! ગુરુદેવને કચ્છ પર અમાપ ઉપકાર હતો. સ્થાનકમાગમાંથી નીકળ્યા પછી તેમણે અહીં ઘણાને પ્રતિબોધ્યા હતા. છેલ્લા બેવારના આ પ્રદેશમાં તેમણે કરેલા ઉપકારો ભૂલાય તેમ નથી. લાકડિયાના ઠાકોર ને અંગીયાને પીરબાવા જેવાને પણ ઉપદેશ આપી વ્યસન છોડાવ્યાં છે.
કચ્છમાં એક ગુરુકુળ અને અનાથાશ્રમ સ્થાપવા માટે નક્કી કર્યું હતું. ખરડો પણ થયો હતો. પણ ફરકાળની ઇછા બીજી હતી. ત્રીજે વર્ષે સામખિયાળીમાં રહ્યા. તબિયત નાદુરસ્ત હતી છતાં ૬૦ ઘર મંદિરમાગી બનાવ્યાં. મંદિર બનાવરાવી પ્રતિમાજી પધરાવ્યાં. માંગપટ જેવી બીજી આખી કચ્છની કોન્ફરન્સ કરવાના વિચારમાં હતા. ગુદેવના સ્વર્ગવાસથી કચછને ન પૂરાય તેવી ખોટ પડી છે. એવા ગુરુમહારાજના ઉપકારનો કોઈ બદલો વાળી શકાય તેમ નથી ! અંજાર, કાર્તિક સુદ ૨, ૧૯૭૫
શ્રી નાથાભાઈ લવજી
સદગત ગુરદેવ ચારિત્રવિજયજીના પરિચયમાં હું આવેલો છું. તેમનું મનોબળ, સા તથા સાહસ મેં જોયેલાં છે. અને મને તેમના જીવન પરથી લાગ્યું છે કે એક ત્યાગી આત્મા પોતાની મહત્ત્વાકાંક્ષાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org