Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 220
________________ પત્ર અને પ્રશસિતએ તમારો પત્ર મળ્યો. વાંચી વિદિતાર્થ થશે. શ્રી યશોવિજયજી પાઠશાળા સ્થાપન કરવી તે વાત ઘણી ઉત્તમ છે. ત્રિભોવનદાસ તથા અમૃતલાલને તે કાર્ય કરવું ઉચિત છે. કેવળ ગૃહકાર્ય માટે સમયોચિત પગારની જરૂરિયાત છે, તેને બંદોબસ્ત છ માસ માટે કરાવી આપીશ, પરંતુ આગળ પર તમારે શિર છે. મારે માથે શ્રી યશોવિજયજી પાઠશાળા, બનારસ પશુશાલા, અમદાવાદની શાખા શાલા, પુસ્તક પ્રકાશ ખાતુ વગેરે છે. ......પાઠશાળાની સ્થાપના કારતક પુનમ પર રાખે, જેથી પૂર્ણ સિદ્ધિ થાય. પ્રથમ મુકામનો બંદોબસ્ત કરો. મારા શિર પર કામ ઘણું છે. અવકાશ નથી. ગિરિરાજનાં દર્શન કરતાં યાદ કરશે. હું પણ આવું છું, થોડા મહિનામાં. એ જ પાઠશાળામાં પૂર્ણ આનંદ છે. વીર સં. ૨૪૩૬ આશ્વિન વદ દશમ શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનો પત્ર શ્રી બનારસથી લી. ધર્મવિજયાદિ ઠાણુ શ્રી પાલીતાણું તત્ર વિનયાદિગુણગણ વિભૂષિત મુનિ શ્રી ચારિત્રવિજયજી યોગ્યાનુવંદણા વાંચશે. તમારે પત્ર વાંચી સમસ્ત મુનિમંડળ તથા વિધાથીવર્ગ ભારે આનંદિત થયો છે. ધન્ય છે તમારી ભાવનાને ! મારા મનમાં પૂર્ણ વિશ્વાસ હતું, જે ચારિત્રવિજયજી જરૂરી કાર્યો બજાવશે. તે ફળીભૂત થયો છે. હું માગશર વદી ૭ ને રોજ જરૂર વિહાર કરીશ. ધીમે ધીમે ગુજરાત આવીશ. શારીરિક સંપત્તિ ઘણું ખરાબ છે. પૂર્ણ અવસ્થા લાગી છે. છ માસ તે તમામ વિચાર છેડી નિવૃત્તિ સુખ લેવું છે. + + .....પુસ્તકે જરુર બે દિવસમાં વિદાય થશે. ગિરિરાજનાં દર્શન કરતાં યાદ કરશે. મિતિ વીર સંવત ૨૪૩૮ માગશર સુદી ૧૪ ૫. અમૃતલાલને ધર્મલાભ જણાવશો. નવો વેપારી પ્રથમ જે છાપ પાડે તે પડે છે. બરાબર દિવસ ભર પરિશ્રમ કરજે. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનો પત્ર શ્રી નયા શહેરથી લિ. ધર્મવિજયાદિ ઠાણા ૬ તત્ર વિનયાદિ ગુણવિભૂષિત મુનિ શ્રી ચારિત્રવિજઇ યોગ્ય અનુવંદણુ વંદણું વાંચશો. તમારા તરફથી તાર તથા પત્રો મળ્યા. વાંચી બીના જાણી. પાલીતાણાની ભયંકર સ્થિતિને હેવાલ, પત્ર દ્વારા તથા સાંજવર્તમાન દ્વારા જાણી ભારે ખેદ. તમારી પાઠશાળાના અબાધિ ખબર સાંળની અતિ આનંદ. તમે બજાવેલી જન તથા પશુ સેવા બદલ ધન્યવાદ. તમારી શુરવીરતા અને હિમ્મત જાણી આનંદ. વિશેષ લખવાનું કે પં. ત્રિભવનદાસ હાલ અમારા કામમાં છે તે જાણશે. તેની ચિન્તા કરશો નહિ. બીજું લખવાનું કે હાલ પાલીતાણાની પ્રજા ભયંકર સ્થિતિમાં આવી પડી હશે. તે વાતે રૂા. ૨૦૦) થી ૨૫) સુધી દુ:ખી શ્રાવકેને તથા બીજા ગરીબોને તમારે યોગ્ય લાગે તેમ આપે. થોડા દિવસ બાદ અમે અહીંથી મોકલાવી આપીશું. દુ:ખીએાના દુઃખ દૂર કરે ! બીજુ હાલ ગુરુ મહારાજ સાહેબના શરીરે ઠીક નથી. અને હૂંડિલ દિવસ અને રાત્રિમાં ૭-૮ વખત જવું પડે છે. શરીરની શક્તિ બિલકુલ કમ છે. દિવસ ચારપાંચ થયા આમને આમ છે. યશો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230