Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 221
________________ શ્રી ચારિત્રવિજય વિજયજી મહારાજ તથા વૃદ્ધિચંદજી મહારાજ સાહેબની કૃપાથી શાન્તિ થઈ જશે. ચિન્તા કરશો નહિ. ગુરુવર્યની આજ્ઞાથી પત્ર લખ્યો છે. દારુ સેવક દેવેન્દ્રની વંદણું. દા ધર્મવિજયનાનવંદણા. આજરોજ સહેજ ઠીક છે. પં. ત્રિભોવનદાસ પાટણ ભગેન્દ્રવિજયજી પાસે ગયા છે. થોડા દિવસનો વિલંબ થાય તો ડરવું નહિ. ( ૧૦ ). (શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનો પત્ર) શ્રી નયા શહેરથી લિ. ધર્મવિજયાદિ ઠાણું ૭ ના, શ્રી પાલીતાણું તત્ર વિનયાદિગણગણું વિભૂષિત મુનિ શ્રી ચારિત્રવિજયજી યોગ્ય અનુવંદણાવંદણ વાંચશે. તમારો પત્ર મળ્યો. વાંચી ઘણે સંતોષ થયો. પાઠશાળા માટે પ્રાણ પાથરો છો, ઉન્નતિ કરો છો તે જાણી ઘણો આનંદ. સંતોષ થયો. તમો મુનિ શ્રી કપુરવિજયજીને ખમતખામણું કરવા ગયા તે સમયે તેઓએ ઉદારવૃત્તિ અને શાસનપ્રેમ બતાવ્યાં તેવી જ ભાવના મારી તે મુનિરત્ન પર છે. હું પણ ખમાવું છું. સુખશાતા સાથ અનુવંદણુ જણાવું છું. આપણી મુનિઓની ફરજ છે જે વીર પરમાત્માના શાસની સેવા કરવી. ઇર્ષ્યા, મમત છેડી સમતા ધરવી. ગુજરાતી સાધુઓ હીરામાણેક જેવા છે છતાંય ધૂર્તશિરોમણિ કપટપટુ + + + .........ભકિક જીવોના મનમંદિરમાં ભ્રમરૂપ ભૂતને પસારી દે છે. તમામ વિદ્યાર્થી વર્ગને ધર્મલાભ. વીર સં. ૨૪૩૯ ભાદરવા સુદિ ૧૫ (૧૧). | (શ્રીમાન રત્નવિજયજી મહારાજ) તત્ર શ્રીમાન પરમપ્રિય ધર્મદાસ્ત ધર્મબધુ શ્રીમાન ચારિત્રવિજયજી, દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી. અનવંદનાવંદના સુખશાતા વાંચશે. આપના પરમપ્રીતિ સૂચક દર્શનવિજયજીને હસ્તાક્ષર પત્ર મો. વાંચી આનંદ. આપની ચળકતી જીંદગીનો મને ઘણી વખત સર્વાશ અનુભવ મલ્યો છે. મારા હૃદયને પક્કી ખાતરી છે કે આપ વિજય વરમાળા જરૂર ધારણ કરશે. ભારત ભૂમિમાં ચાલુ જુગમાં દેવાંશી દીપકો ઝગઝગે છે તેમાંનાં આપ પણ એક શિખાધારી દીપક છે. આપના કાર્યકૃતિની રેખાઓ જ્યાં સુધી પીછાણું છું ત્યાં સુધી મારો દૃઢ વિશ્વાસ છે કે–આકાશમાંના ધ્રુવતારાની પેઠે દીપાયમાન થશો.આપનું નામ ડાયરીમાં આપના ખાનામાં રજીસ્ટર કરી દીધું છે. તે યાદ રહે અને પરસ્પર સ્થિતિ સ્થાપકતામાં x x પ્રસન્ન રહે એજ પ્રાર્થના. લી. હું છું આપનો બધુ રન (સીપરી ગ્વાલિયર) (૧૨) (શ્રી રત્નવિજયજી મહારાજને પત્ર) શ્રી પાલનપુરથી લી રત્નવિજય, તત્ર શ્રી ચારિત્રચૂડામણિ, શાસનપ્રભાવક, પાઠશાળા સ્થાપક, જેનદીપક, વિદ્યાવિલાસી, આત્મભોગી, પુરુષાર્થપ્રતિમા, પાઠશાળાચાર્ય શ્રીમદ્ વિજયચારિત્રસૂરિ યોગ્ય અનુવંદનાવંદના વાંચશે. આપને પત્ર મલ્યો. તેનો ઉત્તર સિદ્ધપુરથી લખ્યો છે તો પણ આજે પ્રત્યુત્તર લખો વ્યાજબી ધારું છું. બનતી મહેનત કરું છું પણ મને લાભાંતરાય ઉદયથી પ્રાપ્તિ થતી નથી. તો પણ ઉદ્યમી છું અને ખરી રીતે આપને કટિશઃ ધન્યવાદ આપું છું. આપ હજારો દખલમાં પણ કટિબદ્ધ થઈ સ્વકાર્ય કરો છો અને અમારા જેવાનાં હજાર બકે લાખો આક્ષેપ સહે છે માટે પુન: ધન્યવાદ આપું છું. અને સપ્રેમ સહાનુભૂતિ લખું છું + + + + + ઈતિશમ પિસ વદ ૧૪. લી : અધુરત્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230