________________
પત્ર અને પ્રશસ્તિઓ
૩
સંસ્થા-આશ્રમ માટે લાલ રંગની ભૂમિ તરફ મન દોડે છે. સહસ્ત્રાપ્રવનની શાંતિ અને પવિત્રતા પણ દિલને ખેંચે છે.
તે તરફ આવતા જુનાગઢ જરૂર આવીશ. મનઃસુખ સાક્ષી પૂરે છે, આપ જેવાને હાથ છે તો કાર્ય જલદી પ્રાણવાન બનશે.
મારા યોગ્ય કાર્ય ફરમાવશે. બાલ મુનિરાજોને વંદન. આપ તેમને પોતાના સમર્થ પ્રતિનિધિ બનાવશો એ જ વિનતિ છે.
મનસુખનાં વંદન. (૨૫)
અંગીયા, શ્રાવણ વદી ૮, શુક્રવાર ૧૯૭૪. સ્વસ્તિાન શ્રી નિવાસ પાલીતાણું શભસ્થાને સદ્દગુણાલંકૃત, વિવેકસાગર, જ્ઞાનભંડાર, બુદ્ધિવંત, સમદષ્ટિવાન, અપમાન રહિત, શુભચિંતક પૂજ્ય મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજીની પવિત્ર સેવામાં.
અંગીયાથી લી. આપને હરઘડી યાદ કરનાર કનિષ્ટ સેવક ઈશ્વરના સાષ્ટાંગ પગેલાગણ સ્વીકારશોજી.
આપશ્રી અતરેથી ગયા પછી મારા ઉપર પત્ર નથી, પણ અરે, હું ભૂલ ખાઉં છું કારણ કે આપે ખટપટ તજીને જ વૈરાગ્ય લાધે છે. તે પછી હું આપને યાદ ન આવું તેમાં કાંઈક મોટી વાત નથી. હું તે આપને એક ઘડી પણ ભૂલ્યો નથી. હરઘડી યાદ કરું છું. આપના સંસારની અસારતાના, વૈરાગ્ય ઉપજાવનારા ઉપદેશ હજી મારા કાનમાં ગુંજે છે. હવે આ સેવકને કયારે દર્શનને લાભ આપશે? આપના જેવા મહાસાધુપુરુષનાં દર્શન તે પરમ પુર્ય-પ્રભુકૃપાએ જ થાય છે. હવે આપ અહીં યારે પધારશો ?સંધમાં બે તડ પડેલાં છે. આપ આવી સમાધાન કરાવી શાંતિ પમાડો અને અમને દર્શન તથા ઉપદેશનો લાભ આપે એવી વિનતિ છે. પ્રભુ આપને દીધી રાખો..........................મુનિશ્રી દર્શનવિજયજીની ખબરું લખશો. તા. ક. પીરબાવાથી આપના સત્સંગને બહુ જ પ્રેમપૂર્વક યાદ કરે છે.
સેવક બ્રા. ઇશ્વરલાલ પ્રાણજીવન ૧
પૂજ્ય મહારાજશ્રી ચારિત્રવિજયજી મહારાજની સેવામાં.
+ + + વિ. પાઠશાળામાં છોકરાઓ સર્વેને અંગ્રેજી અભ્યાસ ઠીક ચાલે છે. હવે આપ જલ્દી આવી આપની પ્રિય સંસ્થાને સંભાળો. ચોતરફ ઘોરઅંધારાં વાદળોમાં આપ જ સંસ્થા માટે દીવાદાંડી ૩૫ છો. વધુ વિલમ્બ સંસ્થાને જોખમમાં નાખશે. પાઠશાળાને અને સર્વે + + + નું હિત થાય તેમ કરી જલ્દી ખુલાસે કરશોજી. સૌ આપના આવાગમનની રાહ જુવે છે. આપના અભાવે સંસ્થા + + + કરી રહી છે. હાલ એ જ, પત્રોત્તર આપવા કપા કરશોજી. લી. અંગ્રેજી માસ્તર પાલીતાણા
છોટાલાલ વિશવનાથના અનેકશ: વલા તા. ક. સર્વે વિદ્યાથી આનંદમાં ભજેથી ભણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org