________________
૩૦
શ્રી ચારિત્રવિજય
આપના જેવા પરમ ઉત્કૃષ્ટ ત્યાગી નિસ્પૃહી સાધુએથી જૈનધર્મ દીપે છે. નિરતર પત્રદ્વારા આપનાં અમૂલ્ય બોધવચનો અવશ્ય મોકલશો. આપના એક એક વચન મને ત્યાગમાર્ગમાં તરબોળ કરે છે. હવે તે નસીબમાં હશે ત્યારે આપનાં દર્શન થશે. હાલ એ જ. કામ સેવા ફરમાવશોજી.
લે. બાળક વીરછ (વીરછ કેશવ બાલાણી) (૨૩).
મુ. પાલીતાણા, તા. ૨૫-૫-૧૯૧૮. સર્વશ્રમણુગુણસંપન્ન મહારાજ શ્રી ચારિત્રવિજયજી આદિ ઠાણુની સેવામાં.
લી. શાહ માધવલાલ નાગરદાસના ૧૦૦૮ વાર વંદણું સ્વીકારશોજી. જ્યારે જ્યારે હું કેમ ઉન્નતિને વિચાર કરતો હોઉં છું, ત્યારે આપના જેવી જ એક મૂર્તિ મારા હૃદયમંદિરમાં આબેહુબ દૃશ્ય થાય છે અને એમ સૂચવે છે કે “એકે હજારાં સો તે બિચાર” તે નિયમ ખ્યાલમાં રાખી પ્રયાણ કરવું. ખરેખર, મને, જેન કેમની ઉન્નતિને માટે તત્વત થયેલા આપના ઉદાર હૃદયને માટે, મારી જીંદગીની કીંમતના જોખમનાં માન કરતાં વધારે ભાન તે હદયને માટે છે, અને હું આપને સાધુના વેષને લઈને નહીં, પરંતુ મહાસમર્થ પુરૂષના જેવા હૃદયને લઈને ચાહું છું.
ઈષ્ટ કૃપાથી તેવી રીતના હદયનાં પોષક તત્તે મળો અને તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ થઈ આ ચક્ષુઓ તેનું ફળ જેવાં હું ક્યારે ભાગ્યશાળી થાઉં એવું ઈચ્છું છું.
પ્રીયેશ્વર ! હું લખવાનું સાહસ કરું છું, કે કદાચ કફોડા સંયોગને લઇને હું આ સંસ્થાને મકીશ. પરન્તુ આપના જ્વાજવય હૃદયે જે મારા મન ઉપર અસર કરી છે. તેના માનમાં તો હું આપને મારા હદયમાંથી દૂર કરી શકીશ નહિ તો પછી વીસરી જવાની વાત ક્યાં રહી ?
લી. તમારો માધવલાલ નાગરદાસની વંદના. તા. ક. પંડિત તેના પિતાશ્રી ડાઠામાં માંદા હોવાથી દીવસ આઠની રજા લઈ તત્ર ગએલ છે. કાગળ રહી ગએલો હોવાથી નવીન–પંડિતના પિતાશ્રી ગુજરી ગએલ છે.
સે શિયાળવાનાં સમુદાય પર ધ્યાન દેવું તેના કરતાં એક સિંહના બચ્ચાને હાથ કરવું કાન્નતિ માટે પુરતું થશે.
હદય પર છે લખી લીધું હવે શું છે રહ્યું લખવું; સહીને આંસુના દરીયા તરીને પાર ઉતરવું.”
સર્વેને વિનયી નમન લી. તમારો માધવલાલની વંદના,
(૨૪)
મુંબઈ તા. ૩–૮–૧૮ પરમ હિતસ્વી સત્યપંથવેદી મુનિવર શ્રી ચારિત્રવિજયજી આદિ મુનિમંડળ મુ. અંગિયા
મુંબઈથી લિ. મનસુખલાલનાં વંદન. તમારે પત્ર મળ્યો. માસુ ત્યાં થયું જાણ્યું. એ દેશમાં સાચા ગુરુની ખામી છે.
આપને ઉપદેશ મારા મનને બહુ પ્રેરે છે. એ ભાવના પ્રત્યેક મહારાજમાં પરિણત જોવા કહું છું. આમ થાય તો સમાજને ઉદાર નિણસ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org