Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 224
________________ પત્રો અને પ્રશસ્તિઓ (૧૭) (ભાવનગરના સવરા મહારાજા ભાવસિંહજીના મામાશ્રીને પત્ર) તળાજ, તા. ૧૧-૯-૧૫. સદા કપાળ પૂજ્ય મહારાજ સાહેબ શ્રી ચારિત્રવિજયજીની પવિત્ર સેવામાં... મુ. પાલીતાણા વિશેષ વિનંતિ કે આપને કપ પત્ર મળ્યો. વાંચી કુલ હકીકત જાણી. પાલીતાણામાં પ્રેમ ચાલે છે તે વાંચી બેહદ દીલગીરી + + + આપ પાઠશાળા લઈને અહિં પધારશો એટલે જેટલી મદદ માંગો એટલી આપવા આ સેવક બંધાયેલ છે તેમાં કોઈ રીતે સંશય રાખવો નહીં. અહીં આપની કૃપા છે. કોઈ જાતને વાંધે નહીં આવે. આપ સાહેબ અત્રે પધારવાથી અમોને આપની સેવા બજાવવાને તથા ઉપદેશ સાંભળવાનો મહાન લાભ મળશે. ઈશ્વરની મહેરબાની છે કે આપના જેવા સંત ત્યાગી પુરુષો અમારા ઉપર આટલી દયા રાખે છે. x + + એ જ વિનંતી. શ્રી કનુભાઈ વાકાભાઈના સાષ્ટાંગ પ્રણામ સકલસદગુણલંકૃત વિવેકવારિધિ કૃપાલુમૂર્તિ વિદ્યાવિલાસી શુભગુપુરાશી માંગલ્યસ્વરૂપ માનવના મહારાજશ્રી ૩ મહારાજશ્રી ચારિત્રવિજયજી; કચ્છ-આંગીઆ. મોરઝરથી લી. આ પને મળવાને આતુર સ્નેહાધિન કવિ ભગવાનદાસ રણમલજીના સાષ્ટાંગ નમસ્કાર નિવૃત્તિ વખતે સ્વીકારવા કૃપા કરશે. બાદ આપની મૂર્તિનાં દર્શન કરી, અત્યાનન્દ થયો છે. આપને વિનેદ હોવા પરમાત્માને પ્રાર્થ છું. મારા અનુભવ પ્રમાણે આ૫ વીર, ધીર ને ગંભીર, અત્યન્ત ઉદાર, મહાન શૌર્યવાન, બ્રહ્મનિષ દિલનાં દિવ્ય યતિ છે. આપના કુલને છાજે તેવા સદગુણ આપશ્રીમાં સામેલ છે તથા તેને જગજાહેર કરવા એ અમારે કવિનો ધર્મ છે. આ સંસારની રચના વિવિધ છે. જેમ કે, લાભ-હાનિ, ભલ–બૂરો, સુખ-દુઃખ, રાત્રિ-દિવસ વગેરે રચના બે પ્રકારની છે. આ દિવિધતા દરેક છોમાં પણ સુમરૂપ બની રહેલ છે. જે પૈકીના સત્યની કદર કરી ફેલાવો કરવો એ સત્યદષ્ટાઓની ફરજ છે. - “ દેહા” “ પીંગલ પ્રબંધ” શાંતપણે તનમેં સદા ગુણિયલ બોધ ગંભીર, સદા ચારિત્ર વિ જ ય છે નિરમલ ગંગા નીર. ૧ સદા ચા રિત્ર વિ જ ય જી દાતા જ્ઞાની દયાલ, દિન પ્રતિદિન ચડતી કળા કર રહી શ્રી ગોપાલ. ૨ આપે દાતા અંગમેં દીપે તેજ દિનેશ, ધન્ય ધન્ય ઈન ધરણીમેં વર વર ! વિજય વિશષ. ૩ પુનઃ આપના મુખારવિંદનાં દર્શન કરવા ઘણી ઉમેદ છે. હું આપ જેવા પ્રતાપી પુરષોને યાસો છું. હું ૨-૩ દિવસ રહી અંગીએ આવીશ. ત્યાં એકથી વધારે-બે દિવસ પૂર્ણ પ્રભુની કૃપાથી રહીશ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230