________________
પત્રો અને પ્રશસ્તિ
૧૭
અત્યન્ત ખેદ થયેા છે. હૃદય ચીરાય જાય છે, મનડું મુંઝાય છૅ, આંખા ાયે જાય છે. જૈન સમાજના ભાનુ આમ અકાળે અસ્ત પામશે, તેની કાષ્ઠને કલ્પના પણ ન હતી. આજ ક્યાંય ચેન પડતું નથી. આ હૃદયભેદક દુઃખદાયક સમાચાર તેા ગઇ કાલે માહવેિજયજી મહારાજ ઉપર રાણપુરથી વિનયવિજયજી મહારાજના પત્ર હતા, તેથી અકસ્માત સાંભળતાં અમેને ઘણી પારાવાર દિલગીરી સાથે રુદન થયું. આવા પૂજ્યપાદ, પરમપૂજ્ય, પરમઆશ્રયદાતા, ધર્મપિતા–વિદ્યાગુરુના સમાચાર સાંભળી, આખા ગુરુકુલના સ્ટાફને સ્વાભાવિક દિલગીરી થાય જ. પણુ ગામમાં ય આ સમાચાર ફેલાતાં બધે દિલગીરી છવાઇ ગઇ હતી. આ સમાચાર અમેએ ગઇકાલે ગુરુકુલ મુકામે જ આપતાં દરેક વિદ્યાર્થીવર્ગને તથા સમસ્ત સ્ટાને પારાવાર દિલગીરી થઇ છે. સાથે દરેક રુદન જ કરવા લાગ્યા. બધાની આંખમાંથી અશ્રુ ઝરવાં લાગ્યાં. ગઇ કાલે રાત્રિના આઠ વાગે ગુરુકુલ મુકામે શાકપ્રદર્શિત સભા ભરવામાં આવી હતી. તે વખતે પૂજ્યપાદ પછવાડે રૌદ્રધ્યાન ન થાય અને ધમ ધ્યાન થાય અને પૂજ્યપાદના આત્માને શાંતિ મળેા, તે માટે દરેક સ્ટાક્વર્ગે પૂજ્યપાદ પછવાડે યથાશક્તિ પચ્ચખાણ કર્યાં હતાં. કોઇએ પાંચ ઉપવાસ, પાંચ જાત્રા, પાંચ આયંબિલ અથવા નવકારવાળી આદિ યથાશક્તિ પચ્ચખાણ કર્યાં છે. તેમજ આજ રાજે તત્સંબધી પંચકલ્યાણુકપૂજા ગુરુકુલ મુકામે ભાવી છે. ભાવિ પાસે આપણા મનુષ્યને કાઇ પણ જાતનેા ઉપાય નથી.
પાલીતાણા, તા. ૩-૧૧-૧૮
શ્રી કાળીદ્રાસ તારાચંદ્ર
ย
તેઓશ્રી તા યશકીર્તિથી યાવચ્ચન્દ્રદિવાકર જીવતા જ છે. જૈનસમાજમાં પ્રથમ ગુરુકુલ સ્થાપક, ગુરુકુલપિતા તરીકે તેઓશ્રી સદા અમર જ છે. પણ આપણુને એક ઉત્સાહી અને હિમ્મત આપનારા, સાચા માર્ગે દોરનારા નાયકની પૂરી ખાટ પડી છે, જે આખી જિંદગીમાં પૂરી શકાય તેમ નથી. તેઓશ્રી અમારા ઉપકારી હતા. આધારસ્થંભ હતા, પણ ભાવિભાવ પાસે કાઇના ઉપાય નથી. જે જે આ સમાચાર સાંભળે છે તે તે દરેકના હૃદયમાં સખ્ત આધાત લાગે છે. જૈનસમાજના સાચા હિતેષી હીરા ચાલી ગયા છે. તેઓશ્રીના ગુણા યાદ આવતાં હૃદય ભરાઇ જાય છે.
પાલીતાણા, તા. ૧૨-૧૧-૧૮.
૫. અમરતલાલ અમરચંદ્ર શાહ.
ઇ
સદ્ગત્ શ્રીમદ્ ચારિત્રવિજયજીની કારકીર્દિમાં તેમને આ સંસ્થાની પાછળ અવિરલ અને અવિશ્રાંત પ્રયાસ ભલભલાને હેરત પમાડે તેવા હતા. શ્રી યશેાવિજય જૈન ગુરુકુળ, પાલીતાણા
સ. ૧૯૮૧-૮૨ના રિપોર્ટ.
ปี
કોઇ પણ કાર્યની યા ા સંસ્થાની ઉત્પત્તિ અમુક સંયેાગા વચ્ચે થાય છે. ગુરુકુલના સંબધમાં પણ તેમજ બન્યું છે. સંવત ૧૯૬૮ ના ભયંકર દુષ્કાળના સમયમાં શ્રી સિદ્ધક્ષેત્રને આંગણે નિભાવ અર્થે કેટલાએક જૈન કુટું× આજુબાજુથી અને કચ્છ જેવા પ્રદેશમાંથી આવી ચઢયા હતા. તેના લધુ વયધારી બાળકોની કફોડી સ્થિતિ જોતાં પ્રેક્ષકોનાં હૃદયમાં કમકમાટી ઉપજે એવા જ પ્રસંગ હતા. તેઓને પરિપેાષણ આપવા સાથે વિદ્યાભ્યાસમાં જોડવા આ સંસ્થાના સ્થાપક મુનિવર્ય શાસન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org