Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 213
________________ શ્રી ચારિત્રવિજય + + હાલનું જૈન ગુરુકુલ અને સ્ટેશન ઉપર તેના સર્વ અસબાબ મર્હુમની હાજરી વચ્ચે થાયી થવા પામ્યા હતા કે જે જમીન પાલીતાણાની હાનારત પ્રસંગે તેમણે ઘણા પ્રાણા બચાવવાને કરેલી સહાયથી ના. એડમીનીસ્ટ્રેટરે લાગણીથી આપી હતી. ૧૬ તેઓ નિરાશ્રિત બાળકોના રક્ષણ માટે તેમ કેળવણીની અભિવૃદ્ધિ માટે સારી ખત ધરાવતા હતા અને કોઇ પણ કાર્ય ગમે તે ભાગે પાર ઉતારવામાં ઉત્સાહી હતા. અમેા...મહાત્માના સ્વર્ગવાસથી તેમના શિષ્ય પરિવાર તેમજ જૈન પ્રજાને પડેલી ખેાટ માટે દીલસાજી દર્શાવતાં તેઓના આત્માની શાન્તિ ઇચ્છીએ છીએ. તા. ૧૦—૧૧ ૧૯૧૮ અધિપતિ—જૈન Ø સિદ્ધક્ષેત્ર યાવિજય સ, પાઠશાળાની સ્થાપના. છેવટ આ નવી થએલી શાળાના સંબન્ધમાં મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી)ને અંત:કરણથી ધન્યવાદ આપ્યા વિના રહેતા નથી કે જેઓના પ્રયાસથી જ આ શાળા સ્થાપન થવા પામી છે. સાથ સાથ અમે આશા રાખીએ છીએ કે જેઓએ આ પાઠશાળાને સ્થાપન કરવામાં જે ઉત્સાહથી ભાગ લીધા છે તે તે જ ઉત્સાહથી હૅને ઉન્નતિના શિખર પર લાવવા માટે પણ વખતા વખત પરિશ્રમ કરવા ચુકશે નહીં. અધિપતિ—જૈનશાસન વી. સ. ૨૪૩૮, કા. શુ. ૧૫, તા. ૬—૧૧—૧૯૧૧ ઈ સસાર સુધારણા માટે કચ્છ-વાગડની પરિષદ તથા કન્યાવિક્રય નિષેધક યુવક મંડળના શ્રમ ઉપરાંત જણાવવાને સંતાષ થાય છે કે ગયા આસા વદમાં કચ્છના આંગીઆ ગામે ચતુર્માસ રહેલ કચ્છી મુનિ શ્રી ચારિત્રવિજયજીના પ્રયત્નથી આંગીઆના ચાખરાની એક કાન્ફરન્સ આસા વદી ૧-૨-૩ ના રાજ મળી હતી અને તેમાં જ્ઞાતિધારાને લગતા સુધારા કરીનેનિરર્થક વધી પડેલા ખર્ચાળ રીત રીવાજો કમી કરવામાં આવ્યા હતા. કન્યાવિક્રય, એ હિંદુપ્રજામાં ઘાતકી રીવાજ છે એમ હવે લેકા સમજી શકેલ છે, છતાં કેટલાક રીતરીવાજો અને જમણવારાના ખાજા જ્ઞાતિઓમાં એવા તા ઘર કરી બેઠા છે કે જ્ઞાતિ મંડળમાં માટા કહેવરાવવાની લાલચે આવાં ખરચા દરેકને ફરજીયાત કરવાં પડે છે. જ્યારે બીજી તરફથી મેટા ભાગની સ્થિતિ નબળી પડી જતાં પહેાંચી ન વળવાથી કન્યાવિક્રયના રીવાજ એવા જડ ઘાલી બેઠે છે કે તેને કેવળ ઉપદેશથી જ કાઢી નાખવાનું કાર્ય બહુ મુશ્કેલ થઇ પડયું છે. મુનિ શ્રી ચારિત્રવિજયજીએ પેાતાના ભાષણમાં જણાવ્યું હતું તેમ આ ભાગમાં આવા રીતરીવાજોને પહોંચી વળવા ઓછામાં ઓછા દશ હજાર કારીના ખર્ચો ક્રૂરજીયાત હતા અને તેથી કન્યાવિક્રય અસાધારણ વધી જતાં ધા યેાગ્ય યુવા કુવારા ભટકતા હતા. અને પૈસાના લાલચુ માવતર કન્યાઓને યાગ્ય વર મેળવી આપવામાં પાછળ રહેતા હતા. આ ટૂંક વ્યાખ્યા પરથી જ આ કોન્ફરન્સે એવા વધારાના ખર્ચ કાઢી નાખવાનું ડહાપણુ દર્શાવ્યું છે અને તે કન્યાવિક્રય સદંતર બંધ કરવાને અને પચાસ વર્ષોંથી માટી ઉંમરના વૃદ્ધ સાથે લગ્ન સબધ નહીં જોડવાને ઠરાવ કરી શકેલ છે. એટલું જ નહીં પણ આ રીતે થતા બચાવમાંથી કન્યા માટે રૂ।. ૫૦૦ ના દાગીના ચઢાવવાનું ઠરાવી તેના જીવનને કઇંક અંશે આશ્વાસન અપેલ છે. જે શ્રમ માટે મુનિ શ્રી ચારિત્રવિજયજી તથા અંગિયાના ચાખરાના મહાજનને ધન્યવાદ ઘટે છે. તા. ૧૯-૧૧-૧૯૧૬. તત્રી–જૈન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230