________________
પ અને પ્રશસ્તિઓ
નીકળેલા, તેમને પાઠશાળા-બોડ ગના સ્ટોરમાં જે કાંઈ કપડાં વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, તે સર્વ આપી તેમને નગ્ન સ્થિતિમાંથી બચાવ્યા. આ ખબર સવારે ( પાલીતાણું સ્ટેટના ) એડમીનીટેટર સાહેબ તથા રા. રા. દિવાન સાહેબ વગેરે અમલદાર વર્ગને પડતાં તેમણે ખાસ પાઠશાળાના મકાનમાં પધારી પૂજ્ય મુનિ મહારાજ શ્રીમદ્દ ચારિત્રવિજયજીનો તથા બાળકોનો ઘણું જ ધન્યવાદ સાથે ઉપકાર માન્યો. પાઠશાળા બેડીંગને કોઈ પણ મકાન પિતાનું નહોતું. તેમજ ભાડાની જગ્યા દરેક પ્રકારની સગવડ વિનાની હતી તેથી પાઠશાળા માટે કોઈ મોટી વિશાળ જગ્યા મળે કે જેમાં દરેક પ્રકારની વ્યવસ્થા કરી શકાય તેવી મતલબથી પૂજ્ય મુનિ મહારાજ શ્રીમદ્દ ચારિત્રવિજયજીએ નામદાર એડમીનીસ્ટ્રેટર સાહેબ પાસે મકાન કરવા જગ્યાની માગણી કરતાં તેઓ સાહેબ, મનિમહારાજને એક પાલીતાણા સ્ટેટ ઉપર ઉપકાર કરનાર તરીકે ઓળખી ફરમાવ્યું કે “તમે જે જગ્યા પસંદ કરશે તે ઘણું જ કમતી દરથી આપવામાં આવશે. ત્યારબાદ સ્ટેશન પાસેની બાજુના કીડવાળી જગ્યા પસંદ કરવામાં આવી. જે જગા લગભગ પાંચ વીઘાં જેટલી છે. તે જમીન નામદાર એડમીનીસ્ટર સાહેબે ઘણી જ ખુશીથી આપી. જેથી સંવત ૧૯૭૦ વૈશાખ સુદ ૩૦) દિવસે તે જગ્યા ઉપર ભવિષ્યમાં ગુરુકુલને અનુકૂળ થઈ પડે તેવી સ્ટાઈલથી મકાન બાંધવા માટે નામદાર એડમીનીસ્ટ્રેટર સાહેબ, તથા રાજ્યના બીજા અમલદારો અને દેશવિદેશથી પધારેલા જૈન ગૃહસ્થની મોટી સંખ્યાની હાજરી વચ્ચે નામદાર એડમીનીસ્ટ્રેટર એચ. એસ. ઑગ મેજર Major H. S. Strong ને હાથથી શુભ મુહૂર્ત આ પાઠશાળા કે જેને હાલનું ગુરુકુલ નામ આપવામાં આવ્યું છે. તેની સ્થાપના કરવામાં આવી.”
ઝવેરી જીવણચંદ ધરમચંદ પ્રમુખ (સંવત ૧૯૭૧-૭૨-૭૩–૭૪ ને યશોવિજય
શેઠ લક્ષ્મીચંદજી બેદ ઉપપ્રમુખ જેન ગુરુકુલને રીપેર્ટ)
શેઠ ફકીરચંદ કેસરીચંદ હેડ ઓફીસ નં. ૫૬૬,
શેઠ લલુભાઈ કરમચંદ
ઝવેરી હીરાલાલ સરૂપચંદ નાણાવટી પાયધુની, મુંબઈ.
ઓ. સેક્રેટરીઓ.
“ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી કચ્છીના હાથે સં. ૧૯૬૮માં એટલે સાડા નવ વર્ષ ઉપર આ સંસ્થા હયાતીમાં આવી હતી. તે વખતે તેનું નામ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બોડીંગ હતું. આ બાળક પાંચ વર્ષનું થયું ત્યાં સુધી તેના સંપાદક મુનિની સંભાળમાં રહ્યું. પણ સં. ૧૯૭૭ માં શેઠ જીવણચંદનો આશ્રય બાળકે લીધે અને તેની આર્થિક સ્થિતિ અને સુખ સાધનો વધતાં ચાલ્યા અને આપણે જોઈએ છીએ તે સ્થિતિએ આ સંસ્થા પહોંચી. ” પાલીતાણું, વૈશાખ વદ, ૧૧, ગુરુકુલનું મકાન ખુલ્લું મૂકતી વેળા.
નામદાર ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી
મનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ગઈ તા. ૨૮-૧૦-૧૮ ના રોજ કરછ-ગીમાં કાળધર્મ પામેલ છે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org