________________
પત્રો અને પ્રશસ્તિઓ
૧૩
મહારાજ સાહેબ સાથે મને દસ વરસ થયા પરિચય છે, પહેલાં તેમના ઉદ્દગારો સાંભળી એમ જ જણાતું કે, આવું મોટું કાર્ય બનવું અશક્ય છે અને તેથી મેં તેઓને આવું સાહસ કામ નહિ કરવા જણાવેલું પરંતુ તેઓશ્રી ઉત્સાહથી ઉત્તરમાં જણાવતા કે હું મારો સતત પરિશ્રમ ચાલુ રાખીશ અને મારો દેહ છે ત્યાંસુધી મારું આરંભેલું કાર્ય મૂકીશ નહિ. છેવટે તેઓશ્રીએ પાઠશાળા સ્થાપન કરી અને દરેક ધર્મશાળાઓમાં યાત્રાળુઓ પાસે ચાર ચાર આને માંગવા માટે પણ જાતે કરતા મેં જોયા છે. કેટલાક યાત્રાળુઓ ગલીચ ભાષામાં બકી કાઢે તેની પણ પોતે દરકાર ન કરતાં પાઠશાળાને સંગીન બનાવવાનું લક્ષ રાખતા. આવી રીતે પાંચ વરસના સતત પરિશ્રમનું ફળ આપણે આજે દેખવા ભાગ્યશાળી થયા છીએ. પાઠશાળામાંથી ત્રણ વિદ્યાર્થીઓ કલકત્તા યુનિવર્સીટીમાં સિદ્ધહેમવ્યાકરણ કે જે સંસ્કૃતમાં મેટામાં મોટું વ્યાકરણું છે તેની પરીક્ષામાં પાસ થઇ આવેલા છે. જે આપ સર્વે ને વિદિત હશે. આ૫ વિચાર કરો કે કલકત્તા જેવી યુનીવર્સીટીમાં કેવા વિદ્વાનોની કસોટીમાંથી પસાર થઈ પરીક્ષા ઉત્તીર્ણ કરવી પડી હશે? મહારાજ સાહેબે પતે કહીને નહિ પણ કરીને બતાવ્યું છે. આ માનપત્ર પિતે કાર્ય આરંભ્યા પછી તે કાર્યમાં ફતેહમંદ નીવડ્યા તેને માટે આપીએ છીએ અને તેને માટે પાઠશાળાના કાર્યવાહકોએ એગ્ય જ કર્યું છે. આવું ઉત્તમ કાર્ય સંગીન બની ગયા માટે આપણે હર્ષિત થવાનું છે; પરન્તુ આવું કરનારા ઉત્સાહી નર બહાર જાય તેથી હર્ષને બદલે ખેદ થાય છે. આપણે વિનતિ કરવી જોઈએ કે તેઓ સાહેબ આ પાઠશાળા સાથેનો પોતાનો સંબંધ જારી રાખે અને જે કાર્ય છોડી પોતે વિહાર કરે છે તે કાર્યને, જલદી પધારી, પાછા પોતાના હાથમાં લે.”
ત્યારપછી પંડિત ત્રિભુવનદાસ અમરચંદે માનપત્ર વાંચી સંભળાવ્યું હતું અને તે દિવાન સાહેબ નારાયણદાસભાઈએ ઉભા થઈ પિતાને હાથે મહારાજશ્રીને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રેસીડેન્ટ દિવાન સાહેબ નારાયણદાસભાઈ કાલીદાસભાઈ ગામીએ ભાષણ કરતાં જણાવ્યું કે, “આજે જે કાર્ય માટે આપણે ભેગા થયા છીએ તે કાર્ય ઘણું ઉચ્ચ પ્રકારનું છે. માનપત્ર કે જેને નિસ્વાર્થી પુરુષો પોતે ઇચ્છતા નથી તે આપણે જ આપીએ છીએ. માનપત્ર ફક્ત આપણી હાર્દિક લાગણી બતાવવાનું ચિહ છે. હું આપશ્રીને વિનતિ કરું છું કે આપના વિહાર સમયે પણ પાઠશાળાને કાયમને માટે સ્મરણમાં રાખી તેને વિશેષ સંગીન બનાવવાનું ધ્યાનમાં લેશે.
“વહાલા વિદ્યાર્થી બધુઓ ! તમને અત્યાર સુધીમાં જે પુરુષથી લાભ મળતે તે પુરુષ કાર્ય જાળવી રાખી હવે વિહાર કરવાના હોવાથી તે કામ મેનેજર ઉપર મૂકયું છે કે જેમનું નામ કુંવરજીભાઈ છે. કુંવરજીભાઈ આ કાર્ય પોતે સારી રીતે જાણે છે અને લગભગ ૧૨ વર્ષ સુધી આવા કાર્યની અંદર સારી રીતે કેળવાયેલા હોવાથી આશા રાખીએ છીએ કે, પોતે તનમનથી પિતાને પરિશ્રમ જારી રાખશે તે જે હેતુથી આ સંસ્થા સ્થપાઈ છે, તે હેતુ પાર પડશે. વિદ્યાર્થીઓએ ખ્યાલમાં રાખવાનું કે પોતાના ગુરુમહારાજ જે પવિત્ર રસ્તે ચાલ્યા છે તેમને પગલે ચાલી આવા પરોપકારી કાર્યો કરવા તત્પર બને.”
ત્યારબાદ મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ ભાષણ કરતાં જણાવ્યું કે, “ ન્યાયરત્ન પ્રેસીડેન્ટ સાહેબ, અધિકારી વર્ગ, સર્વે સટ્ટહસ્થો અને મારા પ્રિય છાત્રગણુ! આપ સર્વેએ મળી મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org