________________
પત્ર અને પ્રશસ્તિઓ
11
સભાનું કાર્ય સાંજના સાડાપાંચ વાગતે શરૂ થતાં આરંભમાં જૈનશાસનના અધિપતિ પુરુષોત્તમદાસ ગીગાભાઈએ દીવાન સાહેબ નારણરાસભાઈને પ્રમુખસ્થાન સ્વીકારવા માટે દરખાસ્ત મુકતા જણાવ્યું કે “મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી કે જેઓએ આ સંસ્થાને સંગીન બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો છે, તેઓ સાહેબ વિહાર કરવાના હોવાથી આ સભા બોલાવવામાં આવી છે અને તેની અંદર આપણા માનનીય ન્યાયશીલ દીવાન સાહેબ નારણદાસભાઈ પ્રમુખસ્થાન સ્વી આપણને આભારી કરશે.” ઉપર્યુંકત દરખાસ્તને શેઠ નરસી કેશવજીની ધર્મશાળાના મુનીમ રા. વલ્લભજી વસ્તાભાઈએ કે આપતાં સર્વાનુમતે દીવાન સાહેબ મે. નારણદાસભાઈએ પ્રમુખસ્થાન લઈ જણાવ્યું કે “આ વખતે મને આપ સર્વેએ જે માન આપ્યું છે તે માટે હું આભાર માનું છું. આ શુભ પ્રસંગને
હર્ષ થાય છે. પરંતુ બીજી તરફથી આ સૈસ્થાના પ્રાણના વિયેગને લીધે ખેદ થાય તે સંભવિત છે. તે પણ આવા વીર પુરુષનો સ્થૂલદેહ ભિન્ન હોવા છતાં માનસિ દેહ આવાં પરોપકારી કાર્યમાં જ ગુંથાએલ હોય છે તેથી આપણે આશા રાખીશું કે તેઓશ્રી વિહાર કરી જાય છે તે પણ આ પાઠશાળા માટે પોતાનો સતત પરિશ્રમ ચાલુ રાખી વધારે સંગીન બનાવવા તત્પર રહેશે. ”
ત્યારપછી ઇ.યશોવિજયજી જૈન પાઠશાળાની સંગીત મંડળીએ હાર્મોનિયમની સાથે મંગળાચરણ ગાયા પછી પંડિત ત્રિભુવનદાસ અમરચંદે ભાષણ આપતા જણાવ્યું કે “આ મેળાવડો આપણને આનંદ સાથે શેક પ્રદર્શિત કરનારો છે, મેળાવડો બોલાવવાનું કારણ આપને આમંત્રણ પત્રિકાથી જ સુવિદિત જ હશે. આ સંસ્થાના સ્થાપક મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી મહારાજે પાંચ વરસ સુધી તનતોડ મહેનત કરી. જંગલમાં મંગલ કરી આ સંસ્થાને આવી જાહેરજલાલીના શિખરે પહોંચાડી છે. તેઓ સાહેબને પાંચ દિવસ પછી વિયાગ થવાને છે. તેઓશ્રીએ સં. ૧૯૬૮ માં જ્ઞાનપંચમીને દિવસે આ પાઠશાનાની નાના રૂપમાં શરૂઆત કરી હતી; જેનો માસિક ખર્ચ ફક્ત રૂા. ચાલીસ રાખવામાં આવ્યો હતો. જેની અંદર ફક્ત ભણાવવાની સગવડ કરવામાં આવી હતી. પરંતુ કરાળ દુર્ભિક્ષ હોવાને લીધે આમ તેમ રખડતાં અને અન્ન અન્ન કરતાં જેન બાલકોને દેખીને મહારાજ સાહેબને દયા આવી. ધીરે ધીરે ગરીબ બાળકોને દાખલ કરવા સંખ્યાબંધ અરજીઓ આવવા લાગી જેથી અક્ષય તૃતીયાને દિવસે ગરીબ બાળકોને દાખલ કરી પાઠશાળાની સાથે બોર્ડિગની શરૂઆત થઈ. મહારાજ સાહેબે પાઠશાળાના નિભાવ માટે માન અપમાનની દરકાર ન કરતાં છેવટે ચાર ચાર આના પણ માંગી આ સંસ્થાને આબાદ કરી છે. વિશેષ ખુશી થવાનું છે કે મહેરબાન મેજર સ્ટ્રોંગ સાહેબ તથા અધિકારી વર્ગની અમીદ્રષ્ટિથી આ પાઠશાળાને અનુકૂળ જગ્યા પણ મળી ગઈ છે. જેની અંદર એક ભવ્ય મકાન બંધાઈ ગયેલું હોવાથી પાઠશાળા ચિરસ્થાયી બની ગઈ છે. મહારાજ સાહેબને પાઠશાળાની મદદ મેળવતા થોડી મહેનત પડી નથી. તેઓએ માન અપમાનની કદાપિ દરકાર રાખી નથી. સદ્દગૃહસ્થો પાસે જઈ એમ કહેતા કે તમો તમારા બચ્ચાંને કેળવો! તમો ત્રણ વખત મિષ્ટાન ઉડાવો છે, જ્યારે તમારા જાતિભાઈઓને એક વખત પણ પૂરૂં અન મળતું નથી તેની તમે દરકાર રાખો છો? જાગો ! જાગો ! તમારા ગરીબ બંધુને અન્ય ધર્મમાં જતાં બચાવ અને કેળવી સન્માર્ગે દોરો.
વિ. આનંદની વાત એ છે કે મહારાજ સાહેબે મુંબાઇમાં જનરલ કમીટી નીમી છે અને તે કમીટીને વિશ્વાસથી ખબર પહોંચડાવા માટે અહીં એક સ્થાનિક કમીટી નીમી છે. વળી અહીં મેનેજ
NSSSS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org