________________
શ્રી ચારિત્રવિજ્ય. તેના પર આવી અસર થયેલી ને ત્યારથી રેશમને શરીરે સ્પર્શ સુદ્ધાં નહિ કરેલ. લાગણીપ્રધાનતા અને ધર્મપ્રિયતા જીવનના પ્રારંભથી જ કેઈના પણ ગુરુપદ વિના, સહજસિદ્ધ દેખાતી હતી.
મુંબઈમાં ધારશીનું જીવન હવે દરેક રીતે શાન્તિથી પસાર થઈ રહ્યું હતું. તેને કઈ વાતની કમીના નહોતી. પણ ભાવીના ઉદરમાં શું ભરેલું છે, તેને કેણ જાણી શકયું છે !
એક દિવસ દુર્દેવને કાળપ્રવાહ ધારશી ભણું વહી નીકળ્યો.
વિ. સં. ૧૫૬ માં પ્લેગદેવે મુંબઈને ઘેરી લીધું. હવાના એકાદ વાવાઝોડાએ ઝાડ પરથી જેમ અનેક પાકાં ફળ તૂટી પડે એમ માનવીઓ જોતજોતામાં મરવા લાગ્યાં. મહાલેમહાલે, લખેલતે, ચાલીએચાલીએ મૃત્યુની કાળખંજરી બજવા લાગી. ભર્યા ઘર ઉજજડ થવા લાગ્યાં. જ્યાં ચોવીસે કલાક અટ્ટહાસ્ય ગૂંજ્યા કરતું ત્યાં પ્રાણદેવતાની પિકે સંભળાવા લાગી.
પ્લેગના પિશાચથી બચવા લેકે મુંબઈ છોડીને નાસવા માંડ્યા. કેટલાય ઘરમાં મડદાં એમને એમ સડતાં રહ્યાં ને લત્તાઓ વેરાન બની ગયા. સડેલાં મડદાંની દુર્ગધ, ચોર ને બદમાશોનું જેર મુંબઈમાંથી ન જનારને પણ જવાની પ્રેરણા કરતાં.
ધારશી બધું સમેટવાની તૈયારીમાં હતું. ત્યાં તે માતા સુભગાબાઈને પ્લેગની એક ગાંઠ નીકળી. ધધો વેપાર સમેટવાની વાત બાજુમાં રહી ને માતૃભક્ત ધારશી સારવારમાં ગૂંથાઈ ગયો. દવા ચાલવા લાગી પણ દર્દ વધતું જ ગયું. બીજી ગાઠે દેખાવ દીધો. માતા પિતાનું ભવિષ્ય પરખી ગઈ. એણે સૌને શીખામણ આપી. ત્યાં ત્રીજી ગાંઠ દેખાવ દીધે. ધારશી દિનરાત ભૂલીને સારવાર કરી રહ્યો હતે. પણ બધું નિરર્થક હતું. માતાએ બચ્ચાંઓ પર પ્યારને છેલ્લે હાથ ફેરવી નવકારમંત્ર સંભળાવવા કહ્યું. થોડી ક્ષણો બાદ એણે આંખ મીંચી લીધી. વાતાવરણ રુદનથી કમ્પી ઉઠયું. શબને દેન દેવામાં આવ્યો. માતાની ધગધગતી ચિતાઓ જેવી કેટલીય વાળાઓ હદયમાં પેટાવી ધારશી સ્મશાનથી પાછો ફર્યો.
૧૮
Jain Education International
For.Personal & Private Use Only
www.jainelibrary.org