________________
4
OTD
#I
શ્રી ચારિત્ર વિજય બારેટના અભિમાનને પારે પણ છેલ્લી ડીગ્રી હતું. તેમની હક્કની દુહાઈ વધુ ને વધુ તીવ્ર બનતી જતી હતી. રાજ્યની તીર્થ તરફની બેદરકારીએ એમની આ વિરોધી પ્રવૃત્તિમાં પ્રાણ પૂર્યો.
ગોળથી પતતું હોય તે ગળે પણ ન વાપરવી” એવી જૈન-સમાજની વૃત્તિએ વધુ કફોડી સ્થિતિ ઊભી કરી હતી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ ચલાવતી હતી, છતાં પેઢી અને રાજા વચ્ચેને વ્યવહાર પણ પ્રેમ ભર્યો નહોતો.
ઘણીય વાર બારેટેની તુંડમિજાજી નાનાં છમકલાં કરતી, પણ એ વાત આગળ વધવા ન પામતી. મુનિજીના શૌર્ય, સત્ય અને તીર્થ સ્નેહપૂર્ણ હૃદયમાં આ બધા વાતાવરણે અકથ્ય વેદના જન્માવી. પણ આ તીર્થયાત્રા ટૂંકા દિવસોની હતી. ધ્રોલના ચતુર્માસ દરમ્યાન તેમણે પોતાના સાધુધર્મને પૂરેપૂરો ઓળખી લીધે ને અભ્યાસ આગળ વધારવા લાગ્યા.
મુનિજીના ગુરુ શ્રી વિનયવિજયજીની તબિયત સારી રહેતી નહેતી. મુનિજી પિતાના ગુરુની અને વડીલેની વૈયાવચ્ચમાં ખૂબ તલ્લીન રહેતા. ગુરુ-સેવાના પાઠ એમણે પહેલેથી પઢી લીધા હતા, તેથી સર્વ આંકાક્ષાઓને પરિપૂર્ણ કરનારી ગુરુ-સેવાથી તેઓ કદી વિમુખ ન થયા.
h
.
"
I
HT)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org