________________
illi
- -
-
મતભેદ આજીવન માટે બને જૂદા પડ્યા. પણ બને સેવક હતા. કોણ છે કહે છે કે, જુદી જુદી પણ તેમની સેવાથી મહારાષ્ટ્ર આજે તેમનું ઋણી નથી બન્યું? દરેક મહારાષ્ટ્રી બન્નેને આજે પૂજાનાં પુષ્પ ધરે છે. ' સૂરિજી અને તેઓ જુદા પડયા, જબરી મતભિન્નતા રાખીને. પણ બને સેવાના રસિયા હતા. બન્નેની સમાજસેવા ચાલુ રહી. આ વેળા પાલીતાણામાંની મુનિજીની ગેરહાજરીમાં કેટલાક બનાવો બન્યા. પાઠશાળામાં રહેલ ય૦ વિ૦ જૈન ગ્રંથમાલા પાલીતાણાથી તાકીદે ભાવનગર લઈ જવામાં આવી. સૂરિજી દ્વારા મળતી થોડી ઘણી મદદ પણ બંધ કરાવવામાં આવી. પણ એ તે બધું મતભેદવાળી દુનિયામાં સ્વાભાવિક જ હતું.
મુનિજી ત્યાંથી મેવાડની પંચતીથીની યાત્રા કરી દેવસૂરિની નાળ ઉતરી મારવાડની મોટી પંચતીથીની યાત્રાએ પધાર્યા. અહીં તેઓ પાઠશાળા માટે સારો પ્રયત્ન કરવા લાગ્યા, અને ઉપદેશ આપી પાઠશાળાને સારી મદદ મોકલાવી. પંચતીર્થની યાત્રા કરી તેઓ શિવગંજ, સિરે હી થઈ દેલવાડા (આબુ) આવ્યા.
આબુનાં અનુપમ મંદિરનાં દર્શન કરી તેઓ ખરેડી પહોંચ્યા અહીં કલકત્તા ખાતેથી પરીક્ષા આપી પાછા વળતા ચાર વિદ્યાર્થીએ દર્શનાર્થે આવ્યા. મેસાણા, વિરમગામ ને રાણપુર થઈ પુનઃ સં. ૧૯૭૧ના ચૈત્ર વદી ૧૩ ના રોજ મુનિજી પાલીતાણુ આવ્યા.
આ ચતુર્માસ અહીં જ થયું. આ વેળા પાલીતાણામાં પુનઃ પ્લેગે દર્શન દીધાં. પાઠશાળા ટાણું લઈ જવી પડી. સ્ટેટનું ફરમાન બહાર પડ્યું હતું કે, બહારના કોઈને પણ અહીં આવવા દેવા નહિ. પણ કાતિક પૂર્ણિમા પાસે આવી રહી હતી. બંગાળ, પંજાબ, મારવાડ અને દક્ષિણ જેવા દૂર દેશથી રાજ્યના ફરમાનથી અજાણ્યા યાત્રાળુઓ અત્રે આવી રહ્યા હતા. સ્ટેશન ઉપરથી જ તેમને ગાડીમાંથી પાછા વાળવામાં આવતા. સિહોરની ધર્મશાળાઓ અને સ્ટેશન યાત્રાળુઓથી ઉભરાઈ રહ્યાં હતાં.
E
છે.
Jain Education Internation
For Personal & Private Use Only
www.jainelibrary.org