________________
શ્રીમના આંતરજીવનમાં એક દષ્ટિપાત
લે શાહ ફત્તેચંદ ઝવેરભાઈ. ભાવનગર.
जयति तेऽधिकं जन्मना जगत् ।
કેટલાક મહાન આત્માઓનું જીવન પ્રખર તેજસ્વી સૂર્યની સાથે સરખાવાય છે. કેટલાક આત્માઓની શાન્ત અને તેજસ્વી ચંદ્રની સાથે સરખામણી થાય છે. ત્યારે કેટલાએક આત્માઓનું જીવન શુકના તારાના પ્રકાશની સાથે સરખામણીમાં મૂકાય છે. જીવનનું સમગ્ર અવલોકન તપાસતાં શ્રી મૂલચંદજી મહારાજના જીવનને સૂર્યની ઉપમા, બાલબ્રહ્મચારી શ્રી વિજયકમલસૂરિના જીવનને ચંદ્રની ઉપમા અને પ્રસ્તુત છવનચરિત્રના નાયક શ્રી ચારિત્રવિજયજીના જીવનને શુક્રના તારકની ઉપમા આપી શકાય.
શ્રીમદ્દ ચારિત્રવિજયજી કે જેમને સર્વ વિરતિ અવસ્થામાં આધ્યામિક વારસા તરીકે સૂર્ય અને ચંદ્રના ઉભય ભાવોની ઉગ્રતા અને શાંતતા મળી હતી, તેઓ ટુંક વખતમાં-અલ્પાયુષમાં પણ અદ્દભુત જીવન જીવી ગયા છે. અને પોતાની ચિરંજીવી યશોગાથા દ્વારા અન્ય મુનિજનેને શુભ અનુકરણનું દષ્ટાંત આપી ગયા છે.
તેઓ શાન્તભૂતિ, બાલબ્રહ્મચારી અને તપસ્વી આચાર્ય શ્રી વિજયકમલસૂરિના પ્રશિષ્ય હતા. પ્રસ્તુત વિજયકમલસૂરિ શ્રી બુટેરાયજી મહારાજના પ્રશિષ્ય તરીકે સુવિખ્યાત છે.
ધર્મચંદ્રજી તરીકે ટુંકમતની દીક્ષા લીધા પછી મૂર્તિપૂજા-ભક્તિનું વાસ્તવિક રહસ્ય સમજાતાં સંવેગી પક્ષમાં મળી જવું એ અસામાન્ય હૃદયબળની ખાત્રી આપે છે. આ પ્રસંગે પ્રચંડ આત્મવીયને ઉપયોગ કરવો પડે છે. અનાદિ મિથ્યાત્વી આત્મા અપૂર્વકરણ વડે આત્મવીય ફેરવી ગ્રંથીભેદ વડે જેમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તેને જ લગતી લગભગ આ પરિસ્થિતિ ગણી શકાય. પૂર્વકાલીન સ્થાનકમાગી દીક્ષાગુરુઓના વિરોધને સામને કરીને જ પુરુષાર્થ વડે સંવેગ પક્ષમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org