________________
જીવનના ચમકાર અને ચમત્કાર
૨૫.
પણ છે. પદમશીભાઈ પિતાનાં પત્ની સાથે દર્શને આવેલ. વાર્તાલાપ ચાલતો હતો. ડેકટરે મજામાં કહ્યું, કે “માફ કરજો. આપ જેવા મહાત્માઓને પણ રોગ આવે છે. આપની દવા હું કરું કે આપ મારી દવા કરે?” “ગુરુ મહારાજશ્રીએ કે ઉત્તર વાળ્યો કે “ભૂમિ ખેડૂત પાસેથી ધાન્યનું ફળ લે અને કણસલું આપે, આ તે જાહેર વ્યવહાર છે.”
એક વખતની વાત છે. તેઓશ્રી પાઠશાળા માટે ઉપદેશ આપતા હતા. ત્યાં એક શ્રાવકે બીડી સળગાવી અને બબડ્યો: “શું આ સાધુ છે? છોકરા, છોકરા ને છોકરા ! એને છોકરાનું શું કામ છે? હું તે આવાને વહોરાવું પણ નહીં !”
ગુરુજીએ કહ્યું – મારી પ્રત્યે અણગમો હોય તો રોટલીના ટુકતા ના આપતા ! પણ આ બાળકેએ તમારું શું બગાડયું? આ પછી તેને સુંદર ઉપદેશ આપ્યો. શ્રાવકે હસતે મુખે પાઠશાળા માટે મદદ આપી
પછી શ્રાવકે કહ્યું, કે “સાહેબ વહોરવા પધારે.” ગુરુજીએ હસીને કહ્યું કે “તારી નહીં વહેરાવવાની પ્રતિજ્ઞા ભાંગી જશે.” અને તેને ત્યાં વહેરવા પધાર્યા!
- ગુરુ મહારાજ વિહાર કરતા એક વખત સામખીયાળી ગામે ગયા. બે દિવસ વ્યાખ્યાન વાંચેલ નહિ, તેવા અરસામાં એક સ્થાનકવાસી શ્રાવિકાએ કહ્યું, કે “મહારાજ ભણે લાગે નઈ.”
ગુરુ મહારાજે ત્રીજે દિવસે વ્યાખ્યાન આપ્યું અને સભામાં બેઠેલ શ્રાવકશ્રાવિકાદિ મુગ્ધ બન્યાં અને બોલવા લાગ્યાં, કે “આ તે પંડિત છે, વિદ્વાન છે. હવે આપણે સંઘ એકઠો મળી, મહારાજને રહેવાની વિનંતિ કરો.” તે સમયે સ્થાનકમાર્ગી બાઈ બેલી કે, “અહે હે ! મહારાજ ભણ્યાં છે શું કાંઈ?”
મહારાજશ્રીએ કહ્યું, કે “માજી ! તમે મોટાં પરીક્ષક છે! હું તે કંઈ ભર્યો નથી.”
સં. ૧૭૩ માં એક ગૃહસ્થ પિતાની ધર્મશાળામાં પાઠશાળાની ટીપ બંધ કરેલ. કર્મસંગે ઘોઘાવાળી ધર્મશાળા પાસે ગુરુજી મળ્યા. પૂ. દશનવિજયજી તથા ૫. જ્ઞાનવિજયજી પાછળ જ હતા. ગુરુજીએ તેમની દાઢી પકડી કહ્યું: “ભાઈ ! પાઠશાળાની ટીપ કેમ બંધ કરી છે?” તે ભાઈ ગભરાઈને બોલ્યાઃ “અરે! ચારિત્રવિજયજી!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org