________________
શ્રી ચારિત્રવિજય
જળપ્રલયની ભયંકર રાત વટાવી જીવન પામેલા કેટલાક ક્રૂર માનવીઓ, જાણે ગઈ કાલને પ્રસંગ ભૂલી જ ગયા હોય તેમ જળપ્રલયને બદલો વાળવા પાણીના ખાબોચિયાં અને જુદા પાણીથી ભરેલાં સ્થાનમાં જળચર જીવને સંહાર આરંભ્યો; આ સમાચાર મહારાજશ્રીના કાને આવ્યા. એકદમ બધે ફરી વળી ઉપદેશ આપીને સંહાર કામ બંધ કરાવ્યું, અને મેજર ઑગે પણ મહારાજશ્રીના અનુરોધથી તે અંગેને મનાઈ હુકમ કાઢવો
આ કાર્ય પછી સ્ટેટના નાના મોટા દરેક અમલદારો મહારાજશ્રીના ભક્ત બન્યા. ખુદ મેજર સ્ટ્રોંગ પણ મહારાજશ્રીના અનન્ય ભકત બનેલ. આ ઉપકારના બદલામાં જ તે અણુ વાળવા ખાતર મેજર સ્ટ્રોગે જૈન શાસનનો અમર કીતિસ્થંભ રોપવા મહારાજશ્રીને પાંચ વીઘા જમીન ભેટ આપી; ભાવી ગુરુકુળનો પાયો સ્વહસ્તે જ નાખ્યો. આજે એ કીર્તિસ્થંભ મહારાજશ્રીની યશપતાકા આકાશમાં ઉડાડતો ઊભો છે. મહારાજશ્રીના અભૂતપૂર્વ કાર્યની એ સાક્ષી આપે છે!
વંદન હો એ દયાસાગરને!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org