________________
એ પ્રભુતાની પ્રતિમા
લેખકઃ શ્રીયુત માધવલાલ નાગરદાસ દાકતર, સાણંદ
એ સાધુ મહાત્માની ઉંમર બહુ નાની હતી, છતાંય બહુ ઉદાર હતા. તે યુવાન હતા, છતાંય સાગરસમ ગંભીર હતા. નેત્રકમલો વિશાલ અને દઢતા સૂચક હતાં, છતાંય તેમનું હૃદય પુષ્પથી પણ વધુ કમળ હતું. બહારથી જોનારને બદામનાં છીલકા સમાન કઠોર ભાસતા એ સાધુપુરુષ, પરિચિતને બદામના મીજ જેવા મીઠા અને મૃદુ હતા. ખરે જ સાચી સાધુતા અને સંયમને સુંદર સંગમ તેમનામાં જેવાતે. અહિંસા અને સત્યના તેઓ અખંડ પૂજારી હતા. શત્રુ અને મિત્રને સમાનભાવે સત્કારતું-સન્માનતું ઉદારદિલ હતું. શાસને દ્ધારની પરમ તમન્ના હતી. વીરનો એક પણ અનુયાયી દીન, દુઃખી કે અનાથ ન રહે તે જોવા તેમનું હૃદય અને નેત્રો તલસતાં હતાં. અખંડ બ્રહ્મચર્યનું તેજ તેમના મુખમંડળ ઉપર તરવરતું હતું. તેમનામાં શાસનનું સૂત્ર ચલાવવાની અપૂર્વ શક્તિ હતી; છતાંય શાસનસેવક-સિપાઈ હેવામાં જ તેઓ ગૌરવ માનતા. ઉષ:કાલીન અપૂર્વ તાજગી અને તનમનાટ તેમના જીવનમાં હતું, છતાં સ્વછંદતા કે ચંચળતા ન હતી ! પ્રથમ દર્શને જ પ્રેક્ષકને આકર્ષે તેવાં લેહચુંબક સમ તેમનાં નેત્રો હતાં.
હું એ દયાભૂતિ સાધુપુરુષના પ્રથમ દર્શને જ આકર્ષા અને તેમના ઉદાર હૃદયમાં એક પૂજારી તરીકે સ્થાન પામે. ખરેખર તેઓ મારા પૂજ્યપાદ હતા. પૂજ્યપાદને લાયક હતા, છતાંય તેમણે પૂજકને-પૂજનને કદીયે શાસનનું સ્વરૂપ નથી આપ્યું. પ્રેમભાવે હિતોપદેશ, સ્નેહભાવે મીઠાં સૂચને અને બેધપાઠો આપ્યા છે. તેઓ વિદ્વતામાં બહસ્પતિ ન હતા છતાં તેમની વાણીમાં અપૂર્વ જાદુ ભર્યું હતું એમ કહું તે ચાલે ! જ્યારે જ્યારે તેઓ વિવાથીઓને ઉપદેશ આપવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org