________________
સાચા સમાજસુધારક
લેખકઃ યતિશિષ્ય છગનલાલજી, આંખેડી ( કચ્છ ),
આપણે ઘણીવાર જોઈએ છીએ તેમ, માટા ગગનચૂમ્મી પહાડા નાની નાની બંદુકો કે ઘેાડાશા દારૂના ભડાકાઓથી નથી ખળભળતા. મુશળધાર વર્ષા આવા કે દાવાનળ પ્રગટા, કોદાળાના ઘા કરે કે ઘણુના, નાની એવી કાંકરીએ ખરવા સિવાય તેના પર કઇ સ્થાયી અસર થતી નથી. એને ઉડાવી દેવા માટે ધરતીક પના આંચકાઓ જોઇએ છે, જલપ્રલયના ધમસાણની જરુર છે, જખરદસ્ત સુ ંગાના ધડાકા જ તેને ખળભળાવી શકે છે.
સમાજ સુધારાનું કામ પણ કંઈ અંશે આવું જ છે. રૂઢિરૂપી માટા પહાડા એ માટી—પત્થરના પહાડા કરતાં વધુ અવિચલિત ઊભા હોય છે. અને કદી કદી ધનુ રક્ષણુ પામી એ પહાડા અનાદિ સ્થિર બને છે. એની એક પણ કાંકરી ખેંરવવાનું સાહસ કરનાર ધર્મદ્રોહીનું બિરુદ મેળવે છે! તેને ઉખેડવા જનાર કઈક અસ્તવ્યસ્ત થઈ ગયા છે, જેનુ નામેાનિશાન પણ નથી રહ્યું. પરન્તુ જેઓએ બેધડક બહાદૂરીથી આગળ આવી એમાં વાયે સુરગા મૂકી છે એ સમાજ સુધારાના ક્ષેત્રમાં અમર અની ગયા છે.
આવું જ રચનાત્મક કાર્ય કરનાર એક સુધારક કાઇ સુભાગી પળે કચ્છને આંગણે ઉતરે છે. તેનું શુભ નામ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ). તેમની ભાષામાં દર્દ છે, અવાજમાં ગભીર ગર્જનાઓ છે, દિલમાં સમાજહિતની તમન્ના છે. તેમના એક એક વાયની પાછળ સામાજિક રૂઢિના કિલ્લા હચમચાવી મૂકે તેવી સુર'ગેા છે. અપૂર્વ તનમનાટ ભર્યા દેહમાં બ્રહ્મચયનાં તેજ કિરણા ફૂટી રહ્યાં છે. છતાં કાંય ઉચ્છેદક કે વિનાશક પદ્ધતિને લગારે અવકાશ નથી.
કચ્છની ધમ ને કમના ક્ષેત્રની કાયરતા તેમના દયાપૂર્ણ હૃદયને વલાવી નાખે છે. કચ્છની આ અજ્ઞાનતા, આ હીનતા, આ માયકાંગલાપણું તેમની જિન્હાને ખૂબ કડક બનાવે છે. કન્યાવિક્રય, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, મરણુ પાછળનાં લખલૂટ ખર્ચો, લગ્નના મિથ્યા આડ ખરી ખર્ચાઓ સમાજજીવનને કારી ખાતાં તેએ જુએ છે. કેટલેક સ્થળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org