________________
એ પુણ્ય સ્મૃતિ
નાની એવી વયે સંસારના સંપૂર્ણ સારાસારને એ પ્રત્યક્ષ કરે છે. જ્યારે સંસારમોહનાં આકર્ષણ ઉભરાય એવી અવસ્થા, એવી કમાણી ને એવા સુયોગ હતા, ત્યારે તેઓ વૈરાગ્યવાસિત બને છે! એમના પરાક્રમ પાસે યમદેવને પણ પરાજય થાય છે. એ સ્થાનકમાર્ગી સાધુ બને છે.
નાની વયે મુખપરથી હજ બાલ્યાવસ્થાની કુમાશ પણ પલટાઈ નહોતી, ત્યાં સત્ય ધર્મના રંગે રંગાય છે. પિતે ધારણ કરેલ શ્રદ્ધા ડોલવા લાગે છે. એક તરફ ભય ને બીજી તરફ સાહસ, એક તરફ ધમકી ને બીજી તરફ ધ જુધે ચઢે છે. સાપ કાંચળી ઉતારે એમ એ વેષ તજી સંવેગી સાધુ બને છે.
વીશ વર્ષની યુવાન વયે તે એ પુરુષસિંહ કાશી તરફ વિદ્યાભ્યાસ માટે પ્રયાણ કરે છે. બંગાળ-પૂવદેશનાં પુનિત તીર્થસ્થળોની યાત્રા કરી આત્મકલ્યાણ સાથે પરકલ્યાણ કરવા ભગવાન મહાવીરને અહિંસાને ઝંડો લઈ એ તરફ ઘુમવા માંડે છે.
- અઠયાવીશ વર્ષની ઉમ્મરે એ મહાન શાસનસેવક સિદ્ધગિરિની પુનિત છાયામાં સમાજોદ્ધારને મહાન યજ્ઞ આરંભે છે. –ભાવિ ગુરુકુલના બીજ સરીખડી શ્રી યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-બોડીંગ સ્થાપે છે. અનેક વિદ્ધ વાદળને ભેદી, અપમાનના વિષમ પ્યાલાઓને અમૃત સમ ગણી, તેને હસતે મુખડે ગળી જઈ; આજ તુટે કે કાલ તુટે તેવા ભયંકર પ્રસંગોમાં પણ મેરુની જેમ અડગ રહી ન શાસનના ઉદ્ધાર અર્થે એ સંસ્થાને ઉન્નતિના પંથે ચઢાવે છે. જૈન સમાજને પ્રથમ ગુરુકુલ અર્પણ કરે છે. બેશક ગુરુકુલનાં મીઠાં ફળે અને તેની ઉન્નતિ જેવા તેઓશ્રી વધારે સમય જીવન્ત ન રહ્યા, પરંતુ ગુરુકુલ આટલી પ્રગતિ, ઉન્નતિ અને વિકાસ સાધી રહ્યું હોય તો એ બધા મહાત્મા શ્રી ચારિત્રવિજયજીના આત્મભોગને જ પ્રતાપ છે–તેનું જ ફળ છે.
પાલીતાણાના ભયંકર જલપ્રલય સમયે જેમ જેમ મેલનું પાણી વધતું જતું હતું, તેમ તેમ શ્રીમદ્દના હદયસરમાં દયાનું-કરુણાનું પુર વધતું જ જતું હતું. તે સમયે અનેક નિરાધાર મનુષ્યોને અને અનાથ દીન પશુઓને બચાવી કરુણાના એ ધંધને સફલ બનાવ્યું હતું. આવા નિસ્પૃહી સેવાભાવી આત્માને ત્રિકાલ વંદન હજો !
શ્રીમદ્દ મારા ગુરુશ્રીના પરમ મિત્ર હતા. કેસરિયાની યાત્રા કરવા સાથે ગયેલા. તે વખતનાં ઘણાં મધુર-મીઠાં સ્મરણે મારા ગુચ્છી કહેતા. આજે મારા ગુરુશ્રી હાજર હોત તો તે સ્મરણે કાવ્યમય ભાષામાં આલબ આલેખી શકત,
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org