________________
શ્રી ચારિત્રવિજય
આવા ઘણા ઘણા પ્રસંગે આવેલ ત્યારે મને પણ ચેકકસ થતું કે આ મહાત્મા કોઈ અજબ ચમત્કારિક છે, નહીંતર આમ કેમ બને? ખરેખર શુદ્ધ વૈરાગ્ય, શાસનસેવાની ધગશ, શાસન પ્રત્યે પ્રેમ અને અલૌકિક શ્રદ્ધાના બળે તેઓ મહાત્મામાં વચનસિદ્િધને પ્રભાવ તો હતો જ.
વિ. સં. ૧૯૬૮ ના ચોમાસામાં પાઠશાળા દયાળજી સુખડીયાના મકાનમાં હતી. ગુરુજી પણ ત્યાં જ હતા. એક દિવસે સાંજના પોલીસે આવી ગુરુ મહારાજને કહ્યું કે
આપને કાલે ફોજદાર સાહેબે બેલાવ્યા છે. ત્યારે ગુરુજીને લાગ્યું કે પાઠશાળા સંબંધીનું કંઈ કામકાજ હશે. ચાલ જઈ આવું. ત્યાં ગયા અને કહ્યું કે શું કામે મને તેડાવેલ છે ?
ફોજદારે હસીને કહ્યું - આ તમારા જૈન છે. ફરીયાદ કરે છે કે મને મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ મુઠ મારી છે.
ગુરુમહારાજે અટ્ટહાસ્ય કર્યું ને મુઠ દેખાડવા સાથે કહ્યું કે, “અત્યારે હ તો સાધુ એટલે કેઈને મારવાની પ્રતિજ્ઞા છે, પણ હું જે કોઈને આ સૃષ્ટિ મારું તે તમારી પાસે ફરિયાદ આવવા અગર જીવતે જ રહેવા ન પામે. આ સિવાય બીજી મુઠબુઠ કંઈ હું જાણતો નથી!
વિ. સં. ૧૬૯ માં એક ભાઈએ આવી ગુરુ મહારાજને કહ્યું કે, બાવા આ મહુલી કેટલા દિવસ ટકશે? (પાઠશાળા કયાં સુધી ચાલશે ?) ગુરુદેવે હસમુખે ચહેરે જણાવ્યું કે આ મઢુલીના પાયા શાસનપ્રેમ રૂપી સીસું રેડી પાકા કરેલ છે, અર્થાત શીસું પાયું છે. આ બાવો દેહ વ્યાપી છે ને મહુલી બ્રહ્માંડ વ્યાપી છે. તેની સુગધ દશેદિશામાં ફેલાશે. એ મઢુલી છે માટે અમર બનશે.”
ગુરુ મહારાજને વિ.સં. ૧૯૬૯માં છગાઉની યાત્રામાં પ્રદક્ષિણા કરતાં પડી જવાથી છાતીનું દરદ લાગું પડયું હતું. દરદ ઠંડીમાં પીડા કરતું હતું. એકવાર એવી તબિયત બગડી કે ૧૦૫ ડીગ્રી તાવ આવી ગયે. ડે. પદમશી અરદેશર તથા કનૈયાલાલ ભાઈએ ત્રણ કલાક ઊભા રહી ગુરુ મહારાજશ્રીને આરામ કર્યો. ત્યારબાદ તેઓ ગુરુ મહારાજશ્રી પાસે અવારનવાર આવ્યા જ કરતા. એક વખત સ્ટેશન પરના મકાનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org