________________
એ સંતની વિચારણું લેખક-સ. કે. વી. બાલાણી.
મુંબઈ
જ ઇસ્વીસન ૧૯૧૭ના ઓકટોબર માસમાં પાલીતાણા ગયેલો. ત્યારે એક પ્રકારનો કંટાળે હતો. કોઈ શાન્તિદાતાની મને જરૂર હતી. એકદા પાટણવાળી ધર્મશાળામાં ગયો. પૂજ્ય શ્રી હંસરાજજીભાઈ ત્યાં હતા. તેમણે મારી આવશ્યકતા પરખી. મને ઉપરના ભાગમાં એક સેવાની ધગશવાળા સાધુ પાસે જવા સૂચના કરી. હું સીધે સીધો ઉપર ચાલ્યો ગયો. જેની વિચારણું અત્રે રજૂ થાય છે, એ તેજસ્વી મૂર્તિનાં પ્રથમ દર્શન મને ત્યાં થયાં.
સાધુ સન્માન વિધિથી હું તદ્દન અનભિજ્ઞ હતો. પણ તેમણે જે સહાનુભૂતિથી મારી સાથે વાત કરી, જે શાન્તિ અને હમદર્દીને પરિચય આપ્યો, એથી મને ઘણો હર્ષ થયો. ઘેડીકવારમાં મારા હૃદયમાં તેમના માટે ઊંડી છાપ પડી. મેં પ્રથમ જ જાણ્યું કે, તેઓશ્રી “શ્રી ચારિત્રવિજયજી' છે, જેઓની ખ્યાતિ મુંબઈમાં આજ પૂર્વે ઘણીવાર સાંભળી હતી. મને જે શાંતિ જોઇતી હતી તે તેમના તરફથી મળી. તેઓશ્રી પાસે કલાક સુધી બેસી મેં કેટલીય બાબતની વિચારણા કરી. કેટલાય મુંઝવતા પ્રશ્નોના તેમની પાસેથી ખુલાસા મેળવ્યા. તેમાં સાત ક્ષેત્રની વિચારણા સંબંધી એક દિવસ ચર્ચા ચાલેલી. એ અતીવ ઉપયોગી ને તેઓશ્રીના ઉદાર સ્વભાવની દ્યોતક હોવાથી તેને સારાંશ અત્રે રજૂ કરી છું. યદ્યપિ ભાષા લેખકની છે છતાં ભાવ તે તેઓશ્રીના જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org