________________
એ સંતની વિચારણા
તદ્દેશીય ભાષાને પણ જૈન સંસ્કારથી ઓતપ્રેત કરી દરેક રીતે કાતિ કરી. આ વિશાળ ભાવના હવે ફરીવાર ખીલવવાની જરૂર છે. વીરધર્મ જગવ્યાપી બનાવવા જૈનોએ પોતાનું ઘડતર એ પુરાણી એરણ પર જ
ઘડવાનું છે. પ્રશનઃ-અત્યારે તે અમો દસાવીશામાંથી ઊંચા આવવાના નથી. પછી આ તમારો
કમગ જેનોને કેમ પચશે? ઉત્તર એ બધુંય બ્રાહ્મણી સત્તાનું ફળ છે. એસવાળ, શ્રીમાળ, દશા, વિશા આ
બધા રગડા ઝગડા ઊઠાવી ફેંકી દેવા પડશે, એ સિવાય રસ્તો જ નથી. જાતિનું અભિમાન વધી ગયું છે. ધર્મની દૃષ્ટિએ જાતિની કિંમત ફૂટી બદામની નથી. હાય તે હે, જૈન હોય એટલે તેમાં રેટી-બેટીની આપલે કરવી એ ધર્મ છે. બ્રાહ્મણની કન્યા આવે-જૈની બને તે એમાંય કાંઈ અનુચિત નથી. બ્રાહ્મણ કન્યા લાવનારને જૈનને ગુન્હેગાર માનવો એ જાતિઝેરનો નશે છે. સાધમિક સંબંધની મહત્તા ખ્યાલમાં આવે તો આ ક્ષુદ્ર વમળો આપ આ૫ વીંઝાઈ જાય. જૈનમાત્રમાં જાતિનું એકય સાધવું એ
પણ સાધર્મિક વાત્સલ્ય જ છે. પ્રશન-અમે તે એક “નવકારશી” માં જ બધું માનીએ છીએ. ઉત્તર-મહાનુભાવ! એ નવકારશી-સાધમિક વાત્સલ્ય એ અદ્વિતીય ભક્તિ છે. “બાર
ભૈયા અને તેર ચૅકા”ની વિષમ ભાવનાથી વ્યાપ્ત જગતમાં ઊભેલા જૈન સમાજ આ સાત્વિક સંગઠન દ્વારા પોતાના ગૌરવને સાચવી રહ્યો છે. શ્રીમાળી, પોરવાડ, ઓસવાળ, હુંબડ, લાડવા, ભાવસાર, દશા, વીશા વિગેરે ટુકડામાં વહેંચાયેલ તથા કન્યા વ્યવહારમાં છિન્નભિન્ન થઈ ગયેલ જૈનસંઘ “સાધર્મિક વાત્સલ્ય”માં એક પંગતમાં આવી જમે છે. પૂર્વાચા
એ આ પેજના દ્વારા જેનેને બંધુત્વની એક માળામાં પરોવી રાખ્યા છે. રખેને કઈ પિતાને જુદા ન માને! આ ભાવના ભૂંસાય નહીં એ સર્વથા ઈચ્છનીય છે. આજ રીતે જેને સ્વરુચિ અનુસાર જેને કુટુંબને પાળે, તપસ્વી અને વતીની ભક્તિ કરે, બેકિંગ ચલાવે, જૈનેને સહાય કરે, છાત્રવૃત્તિઓ આપે, આ બધું પણ સાધમવાત્સલ્ય જ છે. આ માર્ગ દરેક રીતે આદરણીય છે, ભક્તિનું અમોઘ અંગ છે. આ ભક્તિનાં દ્રષ્ટાંતે ભરતરાજા, દંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org