________________
ચારિત્ર વિજય તેમને સહાય કરશે. જે વૃક્ષ રોપાયું છે, તે આપ સર્વેની શક્તિથી ફળે અને એનાં ફળ જૈન કેમને જલદી પ્રાપ્ત થાઓ.
આ તકને લાભ લેતાં તેમણે વિદ્યાર્થીઓને પણ હિતના શબ્દ કહેવા માંડ્યાઃ
“વિદ્યાથીઓ! તમને પણ હું આ વખતે અભ્યાસપ્રિય અને પવિત્ર ચારિત્રવાળા થવાની સૂચના કરું છું. વડીલોની આમન્યા રાખજો ને ધ્યેય ન ચૂકશો. તમે ગમે ત્યાં છે, ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં રહો, પરંતુ આ જીવનમાં જૈન શાસનની સેવા એ મુખ્ય લક્ષ્ય રાખશે. તમારું જીવન જૈન શાસનની સેવામાં અપશે. જ્યારે જ્યારે જૈનસમાજ તમારી પાસે સેવા માગે ત્યારે ખડે પગે હાજર રહેશે. જનધર્મની, જૈનશાસનની સેવા એ જીવનમંત્ર સદાયે રટતા રહેશે.
“રાજ્યને અંગે પણ બે શબ્દો કહી લઉં! એ કહેવાની જરુર નથી કે, આ સ્થાનમાં જૈનકેમને માટે આ પાઠશાળા હસ્તીમાં આવી, તે આ રાજ્યની સહાનુભૂતિનું પરિણામ છે. નામદાર એડમીનીસ્ટ્રેટર સાહેબે જમીન આપી અને પાઠશાળાનું મકાન થઈ શક્યું. આ સિવાય દરેક બાબતમાં રાજ્યની તથા અધિકારી વર્ગની સંસ્થા પર પૂર્ણ સહાનુભૂતિ છે. તેઓ હંમેશાં એ સહાનુભૂતિ આ પ્રમાણે કાયમ રાખે!”
આ પહેલાં મુનિજીના ગુરુજી શ્રીવિનયવિજયજી મહારાજ રંગપરબેલાવાળા શેઠ જુઠાભાઈ પ્રેમચંદના સંઘ સાથે પાલીતાણા પધાર્યા. મુનિજી ગુરુજીની સામે ગયા અને વિનય-ભક્તિ કરી.
આ માનપત્ર પછી મહારાજશ્રીએ ફાગણ સુદી ત્રીજના રેજ કચ્છ તરફ વિહાર કર્યો. વિદાયવેળાનું દશ્ય હૃદયભેદક હતું.
=
SEM III
"
મા
MANY
છે
ly
BEN
Jain Education International
..For.Personal & Private Use Only
www.jainelibrary.org